ભાજપના નવનિયુકત કોર્પોરેટરોની રાણીંગા વાડીમાં બેઠક યોજાઇ

25 February 2021 06:39 PM
Rajkot
  • ભાજપના નવનિયુકત કોર્પોરેટરોની 
રાણીંગા વાડીમાં બેઠક યોજાઇ

ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણીએ માર્ગદર્શન આપ્યું

રાજકોટ તા.25
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 72માંથી 68 બેઠકોમાં ભાજપને જવલંત વિજય મળેલ છે અને લોકોએ ભાજપ ઉપર વિશ્ર્વાસ વ્યકત કરીને ખોબલે-ખોબલે વિકાસને મત આપેલ છે. ત્યારે રાણીંગા વાડી, મીલપરા મેઇન રોડ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની અઘ્યક્ષતામાં અને ગુજરાત મ્યુનીસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, જનકભાઇ કોટક, ડો.જૈમનભાઇ ઉપાઘ્યાય, ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવનિયુકત નગરસેવકોની બેઠક યોજાયેલ હતી.આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુકત કોર્પોરેટરોને શીખ આપતા ધનસુખ ભંડેરીએ જણાવેલ કે શહેરની જનતાએ 72માંથી 68 બેઠકો પર ભાજપને જવલંત વિજયની ભેટ આપી છે ત્યારે દરેક કોર્પોરેટર પ્રજાની વચ્ચે રહી સતા, સંગઠન અને સમાજનો સેતુ બની રાજકોટની ગરીમાને આગળ વધારી વિકાસ કાર્યોને અવિરત આગળ વધારે.
આ તકે કમલેશ મીરાણીને નવનિયુકત કોર્પોરેટરોને અભિનંદન પાઠવતા જણાવેલ કે નગરસેવકના માઘ્યમથી જનતાની સેવા કરવાનો અવસર મળ્યો છે ત્યારે સતાને સેવાનું માઘ્યમ બનાવી આપણને મળેલ આ જનાધાર અને પ્રજાના વિશ્ર્વાસને સાર્થક કરીને પાર્ટીની વટ વૃક્ષ બનાવીએ જ આપણુ કર્તવ્ય છે. આ કાર્યક્રમના પ્રારંભે સાંધીક ગીત અતુલ પંડીત એ કરાવેલ. કાર્યક્રમનું સંચાલન જીતુ કોઠારીએ તથા વ્યવસ્થા અનિલભાઇ પારેખ અને હરેશભાઇ જોશી, રમેશભાઇ જોટંગીયા, સમીર પરમાર અને ચેતન રાવલે સંભાળી હતી.


Related News

Loading...
Advertisement