કોનો ડર? રાજયપાલ આનંદીબેન પટેલના ભાષણમાં 10 વખત વડાપ્રધાનના નામનું ઉચ્ચારણ

25 February 2021 06:38 PM
India
  • કોનો ડર? રાજયપાલ આનંદીબેન પટેલના ભાષણમાં 10 વખત વડાપ્રધાનના નામનું ઉચ્ચારણ

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રાજયપાલના ભાષણ સામે સવાલ ઉઠાવ્યા

ભોપાલ તા.25 :રાજયપાલ આનંદીબેન પટેલના ભાષણ સામે મઘ્યપ્રદેશ વિધાનસભામાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે રાજયપાલ આનંદીબેન પટેલને કોનો ડોર છે? તેમણે પોતાના ભાષણની શરૂઆતથી અંત સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નામનો 10 વખત ઉલ્લેખ કરવો પડયો? રાજયપાલ આનંદીબેન પટેલ કેન્દ્ર સરકારના કૃષિ કાનૂન બીલ આંદોલન અને મોંઘવારીનો એક પણ શબ્દ બોલ્યા નહી કોઇપણ રાજયમાં રાજયપાલના ભાષણમાં રાજય સરકારની દિશા અને દ્રષ્ટિ પ્રસ્તુત થઇ હોય છે. આ પરંપરા સંસદમાં પણ છે. રાજયપાલ આનંદીબેન પટેલનું આ અભિભાષણ દિશાહીન અને દ્રષ્ટિહીન છે મને રાજયપાલ પર દયા આવે છે. કમલનાથે વધુમાં જણાવ્યું છે કે રાજયપાલનું ભાષણ એક ગંભીર ભાષણ હોય છે ત્યારે રાજયપાલ આનંદીબેન પટેલ ભાષણની શરૂઆતથી અંત સુધી 10 વખત વડાપ્રધાનના નામનું ઉચ્ચારણ કર્યુ છે. વિધાનસભામાં પણ મોદીનો પ્રચાર થઇ રહ્યો છે.


Related News

Loading...
Advertisement