વિજ્ઞાન જાથાનો અનોખો કાર્યક્રમ: સ્મશાનમાં નવદંપતિનો ઉતારો રખાયો

25 February 2021 06:37 PM
Rajkot
  • વિજ્ઞાન જાથાનો અનોખો કાર્યક્રમ: સ્મશાનમાં નવદંપતિનો ઉતારો રખાયો

ભૂતડાઓએ ડી.જે. સાથે ફુલેકામાં જોડાઈ દંપતિનું સ્વાગત કર્યું

રાજકોટ તા.25
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામના સ્મશાનમાં નવદંપતિને ઉતારો આપી, ભૂતડાઓના ફુલેકા સાથે અભિવાદન, શુભ-અશુભ મુર્હુતને રાઠોડ પરિવારે જમીનદોસ્ત કરી નવતર કાર્યક્રમને જબરદસ્ત સફળતા મળી હતી. ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિનું આયોજન સાથે સદીઓ જુની માન્યતા, ગેરંપરંપરા, કુરિવાજો, કુપ્રથાને જાકારો આપવા જ્ઞાતિ સમાજના પંચને અપીલ કરવામાં આવી હતી. કોટડાસાંગાણી પોલીસ સ્ટેશને જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવી પ્રશંસનીય કાર્ય કર્યુ હતું.
રામોદ રાઠોડ પરિવારની જાન ગોંડલ તાલુકાના મોવીયા ગામે સુરેશભાઈ દાનાભાઈના ઘરેથી લગ્ન સમારંભ સંપન્ન કરી પરત આવતાની સાથે નવદંપતિનો ઉતારો ગામના સ્મશાનમાં રાખવામાં આવ્યો હતો. ભૂતડાઓએ ડી.જે.ના સંગાથે ફુલેકામાં સામેલ થઈ રોમાંચકતા ઉભી કરી હતી. શુભ-અશુભ મુર્હુત, ચોઘડીયાને જમીનદોસ્ત કરી દફનાવી દેવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિક માનસિકતાના દર્શન જોવા મળ્યા હતા. લોકો કુતુહલવશ હાજરી આપી નવતર કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો. લગ્ન મંડપમાં ક્ધયાદાન શબ્દને કાયમી તિલાંજલી આપવામાં આવી હતી. દિકરી દાન દેવાની, ચીજવસ્તુ નથી તેવો અભિગમ સર્વસામાન્ય બન્યો હતો. મોડીરાત સુધી લોકોની હાજરી જોવા મળી હતી.


Related News

Loading...
Advertisement