પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતા વાહનોમાં સીએનજી કીટ ફીટ કરવા દોડધામ

25 February 2021 06:33 PM
Rajkot
  • પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતા વાહનોમાં સીએનજી કીટ ફીટ કરવા દોડધામ

ઈન્કવાયરી વધવા લાગી: ડીમાંડ ડબલ: સીએનજી કીટમાં કોઈ ભાવવધારો નથી

રાજકોટ તા.25
કોરોના મહામારીના પગલે વેપાર-ધંધા-રોજગારમાં મંદી સાથે મોંઘવારી-બેરોજગારીના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને જતાં પરિવહન ક્ષેત્રને મોટી અસર સાથે જનતા માથે આર્થિક બોજનું ભારણ વધી રહ્યું છે ત્યારે મોંઘા ભાવના ઈંધણના મારથી બચવા હવે પોતાના વાહનોમાં સીએનજી ગેસ કીટ ફીટ કરાવી વાહનો દોડાવવા લાગ્યા છે.

અમદાવાદની માફક રાજકોટ મહાનગરમાં પણ છેલ્લા એક માસથી ફોર વ્હીલ કાર સહિતના વાહનોમાં સીએનજી ગેસ ફીટ કરાવવા ઓર્થોરાઈઝડ સર્વિસ સેન્ટરોમાં ઈન્કવાયરી વધવા લાગી છે સાતે ગેસ કીટ ફીટીંગમાં વાહનોની સંખ્યા વધવા લાગી છે. ગત જાન્યુઆરીથી પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવવધારો થતા પેટ્રોલ-ડીઝલ પ્રતિ લીટર રૂા.87ને પાર જતાં મોંઘાદાટ ઈંધણ સામે લોકોમાં બોકાસો બોલી ગયો છે.

સરકાર અને ઓઈલ કંપનીઓએ ભાવ ઘટાડવા વિરોધ વચ્ચે મચક નહી આપતા દીન પ્રતિદીન ઈંધણ મોંઘુ થતા ખાનગી વાહન માલીકોએ હવે પોતાની ગાડીને સીએનસીમાં ક્ધવર્ટ કરવા ઓર્થોરાઈઝડ સીએનજી ગેસ કીટ સર્વિસ સેન્ટરોનો સંપર્ક સાધી સીએનજી ગેસ કીટ ફીટીંગ કરાવવા લાગ્યા છે. રાજકોટ સીએનજી ગેસ ફીટીંગના ઓર્થો.ડીલરના જણાવ્યા મુજબ છેલ્લા એકાદ માસથી સીએનસી ગેસ કીટ ફીટીંગમાં વાહનોની સંખ્યા વધવા લાગી છે.

ચાલુ માસમાં સરેરાશ 20થી25 ગાડીઓ સીએનજી ગેસમાં ક્ધવર્ટ થવા લાગ્યા છે. રૂા.40થી41 હજારના ખર્ચમાં ફીટીંગ થતી ગેસ કીટ ફીટ કરાવવા ગાડી માલીકોનો ધસારો જોવા મળે છે. પેટ્રોલ-ડીઝલની સરખામણીએ સીએનજી ગેસ સસ્તો પડતો હોવાથી બે ફોર વાહન માલીકો સીએનજી ગેસ ફીટીંગ કરાવવા તરફ વળી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

પર્યાવરણની દ્રષ્ટીએ પેટ્રોલ-ડીઝલની સરખામણીએ સીએનજી ગેસથી ચાલતા વાહનો પ્રદૂષણ ઘટાડતા હોવાથી અનેક ઓટો મોબાઈલ્સ કંપનીઓ સીએનજી સંચાલીત વાહનોનું ઉત્પાદન-વેચાણ શરુ કર્યું છે. કોરોના મહામારીના પગલે મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે સીએનજી કીટના ભાવમાં ખાસ કોઈ વધારો થયો નથી તેવું ડીલરોએ જણાવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરાની માફક રાજકોટ મહાનગરમાં પણ વાહન માલીકો સીએનસી ગેટ કીટ ફીટ કરાવવા દોડાદોડી કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement