સરકારી સેવાઓને ખાનગી બેંકોને સોંપવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ

25 February 2021 06:31 PM
Rajkot
  • સરકારી સેવાઓને ખાનગી બેંકોને સોંપવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ

રાજકોટ તા.25
ખાનગી ક્ષેત્રની બેંકો સરકારની વ્યાપારીક સેવાઓ ઉપર જે પ્રતિબંધ ઉઠાવી લેવાનું નાણામંત્રીએ જાહેરાત કરી છે તે તદન ગેરવ્યાજબી છે અને તે તાત્કાલીક પાછી ખેંચી લેવા કર્મચારીઓની રજુઆત છે. સરકારની જાહેરાત જણાવે છે કે ખાનગી બેંકો જાહેરક્ષેત્રની બેંકો બરાબર નવાજવામાં આવશે. ખાનગી બેંકોને બરાબરના હિસ્સેદાર ગણવામાં આવશે. સરકારની આ વિચિત્ર અને નવાઇ પમાડે તેવી ઘોષણા છે. જો દરેક બેંકને સરખી ગણવામાં આવતી હોય તો ખાનગી બેંકોને શા માટે ગ્રામ્ય વિસ્તારમાં શાખાઓ ખોલવા કે ગામડામાં ધિરાણ કરવા, ખેતી વિષયક ધિરાણ અને પ્રાયોરીટી સેકટરને ધિરાણ આપવામાંથી મુકિત આપવામાં આવે છે.
જાહેર ક્ષેત્રની બેંકોએ જનધન યોજના જેમાં છેવાડાના ગરીબ લોકોની થાપણો છે તવા 4પ કરોડ ખાતાઓ ખોલેલ છે. જયારે આવા ગરીબ લોકોના ખાનગી બેંકોએ ફકત 1.25 કરોડ (સવા કરોડ) ખાતા ખોલેલ છે. સરકારની આ માનીતી યોજનાઓમાં જેવી કે ખેતીધિરાણ અને ગ્રામ્ય ધિરાણમાં બરોબરની હિસ્સેદાર બનાવવી જોઇએ. તેઓએ ગરીબ વિદ્યાર્થીઓને એજયુકેશન લોન, ગામડાઓમાં શાખા ખોલવામાં પણ તેઓ સરખે ભાગે હિસ્સેદારી આપવી જોઇએ.
જાહેર ક્ષેત્રની સામાજીક જવાબદારી છે જેવા કે ઓછા વ્યાજે ખેતીવિષયક અને એજયુકેશન લોન પર ધિરાણ, નાના ઉદ્યોગને ધિરાણની જવાબદારી સરકારી બેંકની છે. સરકારનો સેવા-ધંધો ખાનગી બેંકને આપવો એટલે તેમને સબસીડી આપવા સમાન છે. સરકારની ખાનગી ક્ષેત્રને સમાન ભાગીદાર ગણાવવાની યોજના ગેરવ્યાજબી અને જાહેર ક્ષેત્રની બેંકોને સુવિધારૂપ બનશે.
સરકારનો આ નિર્ણય ખાનગી બેંકોને પ્રોત્સાહિત કરવાનો છે. સરકાર પોતાની યોજના જેવી કે પેન્શન, પીપીએફ, બીજી બચત યોજના ખાનગી બેંકોને સોંપવાનો નિર્ણય દૂધ પાયને સાંપ ઉછેરવા જેવો છે.


Related News

Loading...
Advertisement