સૌરાષ્ટ્ર યુનિ.માં રાજયનું પ્રથમ લેગ્વેસ્ટીક ભવન શરૂ કરવા રાજય સરકારને દરખાસ્ત

25 February 2021 06:26 PM
Rajkot Education
  • સૌરાષ્ટ્ર યુનિ.માં રાજયનું પ્રથમ લેગ્વેસ્ટીક
ભવન શરૂ કરવા રાજય સરકારને દરખાસ્ત

વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય-આંતર રાષ્ટ્રીય ભાષા શીખવાડાશે

રાજકોટ તા.25
સૌરાષ્ટ્ર યુનિ.માં રાજયનું સૌ પ્રથમ લેગ્વેસ્ટીક ભવન શરૂ કરવા માટે ગુજરાત સરકારને દરખાસ્ત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય વિવિધ ભાષાઓ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓ શીખે અને વિશ્ર્વ ફલક પર પોતાનો અભ્યાસ તથા ઉદ્યોગ વેપારમાં ઉપયોગ કરી શકે એ માટે આ ભવન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેગ્વેજસ્ટીક ભવન અંતર્ગત સૌરાષ્ટ્રના લોકો બહારના દેશો સાથે વ્યાપાર કરી શકે એ માટે અલગ-અલગ દેશોની ભાષાઓ અઠવાડીયામાં એક દિવસ શીખવવામાં આવે અને એ પ્રાથમીક ભાષા શીખી અને પોતાનો વ્યાપાર સરળતાથી કરી શકે અને વ્યાપાર વધારી શકે એ માટે બીઝનેસ સર્ટીફીકેટ પ્રોગ્રામ્સ શરૂ કરવામાં આવશે.
ગુજરાત સરકાર, ભારત સરકાર અને તમામ એમ્બેસીનું મેન્ટરીંગ માર્ગદર્શન લઇ રાષ્ટ્રીય લેવલની ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપી પાંચ એકર જગ્યામાં આ લેગ્વેંજ ભવન શરૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર-ગુજરાત અને ભારતના ઉદ્યોગપતિઓને ઉપયોગી થાય એ માટે બેઝીક ફોરેન લેગ્વેજ સર્ટીફીકેટ ફોર્મમાં શીખવવામાં આવશે.
જુન-2021થી લેગ્વેજ ભવન શરૂ કરવામાં આવશે. જેમાં બી.એ. (ઓનર્સ) એમ.એ.(ઓનર્સ) એક વર્ષનો પી.જી.ડીપ્લોમાં અને ત્રણ માસ-છ માસ-નવ માસ-12 માસના લેવલ એબીસીડી અંતર્ગત સર્ટીફીકેટ પ્રોગ્રામ શરૂ કરવા માટે પ્રયત્નશીલ છે.
વિશ્ર્વમાં જે દેશોના ઉદ્યોગ-રોજગાર મોટા છે એ દેશની સંસ્કૃતિ, એમનો વ્યવહાર તથા ત્યાનું રીસર્ચ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે એ માટે એક કલ્ચરલ એન્ડ રીસર્ચ સર્ટીફીકેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement