મણીયાર દેરાસરે ડો. દર્શિતાબેન તથા પ્રીતિબેન દોશીનું અભિવાદન

25 February 2021 06:24 PM
Rajkot
  • મણીયાર દેરાસરે ડો. દર્શિતાબેન તથા પ્રીતિબેન દોશીનું અભિવાદન

જૈન સમાજ સાથે વિવિધ આલમની ઉપસ્થિતિમાં આરતી તથા જાપ કાર્યક્રમ : મુખ્યમંત્રીના આરોગ્ય માટે જાપનું આયોજન

રાજકોટ, તા.રપ
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું 14/2/2021 ના આરોગ્ય અસ્વસ્થ થયાના સમાચાર મળતા જ તેઓશ્રી શીઘ્રાતિ શીઘ્ર સ્વસ્થતાને પુન :પ્રાપ્ત કરી નિરોગી દીર્ઘાયુ પામે તે હેતુથી રાજકોટના વિવિધ જૈન ધમે સ્થાનકો તથા ગોંડલ, ધારી સહિતના ક્ષેત્રોમાં શ્રી નમસ્કાર મહા મંત્રના અખંડ જાપનું જૈન વિઝન દ્વારા આયોજન કરવામાં આવેલ. આપણા સૌની શુભ ભાવના, દુઆ અને દવાના કારણે જીવદયા પ્રેમી વિજયભાઈ એકદમ સ્વસ્થ થઈ ગયેલ.
જૈન વિઝન દ્વારા મણિયાર જિનાલય ખાતે આરતી તથા જાપ સમાપન કાયેક્રમ યોજાઈ ગયો... જૈન સમાજ દ્વારા તાજેતરમાં ચૂંટાયેલ બબ્બે જૈન કોર્પોરેટર શ્રીમતિ ડો. દર્શિતાબેન શાહ તથા શ્રીમતિ પ્રીતિબેન દોશીનુ અભિવાદન કરવામાં આવેલ.અઢારે આલમના અગ્રણીઓએ સાંજે આરતીનો લાભ લીધેલ.
આ અવસરે જૈન વિઝનના સંયોજક મિલનભાઈ કોઠારીએ પ્રાંસગિક રૂપરેખા આપી સૌને આવકારેલ. પરેશભાઈ ગજેરા,રમેશભાઈ ટીલાળા, યુસુફભાઈ જોહર કાર્ડઝ, ચેતનભાઈ રામાણી, જ્યોતિન્દ્રભાઈ મહેતા વગેરે અગ્રણીઓએ પ્રસંગોચિત વક્તવ્ય આપેલ. પકંજભાઈ કોઠારીએ આભાર વ્યક્ત કરેલ. અમિનેષભાઈએ રૂપાણી પરિવારવતી સૌનું ઋણ સ્વીકાર કરેલ. સંચાલન નીતિનભાઈ મહેતાએ કરેલ. આયોજક ટીમના મિલન કોઠારી (જૈન વિઝન), ચંદ્રકાન્તભાઈ શેઠ,જયોતિન્દ્રભાઈ મહેતા, જીતેન્દ્રભાઈ દેસાઈ, પ્રવિણભાઈ કોઠારી, એડવોકેટ પંકજભાઈ કોઠારી, અમિનેષભાઈ રૂપાણી, એડવોકેટ અનિલભાઈ દેસાઈ, એડવોકેટ કમલેશભાઈ શાહ, ડોલરભાઈ કોઠારી, ભરતભાઈ દોશી, સુનીલભાઈ શાહ, જય ખારા, ધીરેન ભરવાડા, મનોજ ડેલીવાળા વગેરે અગ્રણીઓએ સાપ્તાહિક નવકાર જાપ કાયેક્રમમાં ભારે જહેમત અને મહેનત ઉઠાવેલ.
પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજે પોતાના વકતવ્યમાં જૈન સમાજની સરાહના કરી કોર્પોરેશનની ચૂંટણીમાં જંગી બહુમતીથી ભારતીય જનતા પક્ષના દરેક ઉમેદવારને પ્રચંડ વિજય અપાવવા બદલ અભિનંદન આપી આભાર વ્યક્ત કરેલ. મહા આરતીમાં જ્યોતિન્દ્રભાઈ મહેતા, પરેશભાઇ ગજેરા, ચેતનભાઇ રામાણી, રમેશભાઇ ટીલાળા, વી. પી. વૈષ્ણવ ધનસુખભાઈ વોરા, ડી કે કોઠારી, જયેશભાઇ શાહ, સુનિલભાઇ શાહ, જીમીભાઈ અડવાણી, યોગીનભાઈ છનિયારા, રાજુભાઇ જૂંજા અને લાલાભાઈ જોગરાણા, વિપુલભાઇ દોશી, ભાગ્યેશ વોરા, પ્રવીણભાઈ ચાવડા, ડોલરભાઇ કોઠારી, શ્રી યુસુફભાઈ વ્હોરા, શાંતનુંભાઇ રૂપારેલિયા, કેતનભાઇ વસા અને નિશીથભાઈ કાથિરિયા, યોગેશભાઈ પૂજારા, સુખાભાઇ વાળા, અનુપમભાઇ દોશી, ચંદુભાઈ પરમાર અને યોગીભાઈ તલાટીયા, મયુરસિંહ જાડેજા અને મયુરધ્વજસિંહ જાડેજા કિશોરભાઈ કોરડિયા, ડો. પારસભાઈ શાહ, શ્રીમતિ દર્શિતાબેન શાહ કોર્પોરેટર, શ્રીમતિ પ્રીતિબેન દોશી કોર્પોરેટર, નિલેષભાઇ કોઠારી, દર્શિતભાઈ જાની, આ ઉપરાંત જૈન સોશિયલ ગ્રૂપ યુવાના જયેશભાઇ વસા, મનીષભાઈ મેહતા, બી. કે. શાહ, ઉદયભાઈ દોશી ખાસ ઉપસ્થિત રહેલ મણિયાર દેરાસરના દિલીપભાઈ પારેખ પંકજભાઇ કોઠારી, અરુણભાઈ દોશી, દિપકભાઇ મેહતા, જીતુભાઈ ગાંધી, આર. ડી. શાહ, સતીશભાઈ રામસિન્હા પ્રવીણભાઈ ફોફરિયા, કેતનભાઇ ગોસલિયા સહિતના આગેવાનો એ સુંદર વ્યવસ્થા કરેલ આ તકે રાજકોટ જૈન તપગચ્છ સંઘ સંચાલિત મણિયાર દેરાસર દ્વારા જીવદયામાં રૂપિયા 21000નું અનુદાન જાહેર કરવામાં આવેલ જૈન વિઝન દ્વારા આ તકે ઉપસ્થિત ભાવિકોને થાબડી પેંડાની પ્રસાદી વિતરણ કરવામાં આવેલ હતી.


Related News

Loading...
Advertisement