મોરબીના વેપારી પાસેથી પૈસા પડાવવા હનીટ્રેપના કેસમાં આરોપી જામીન મુકત

25 February 2021 06:23 PM
Rajkot Crime
  • મોરબીના વેપારી પાસેથી પૈસા પડાવવા હનીટ્રેપના કેસમાં આરોપી જામીન મુકત

રાજકોટ તા.25
મોરબીના વેપારી દીપભાઇ સંજયભાઇ ગાજીપરાએ ગુણવંતભાઇ રાજુભાઇ મકવાણા વગેરે સામે નોંધાવેલી જે ફરિયાદમાં જણાવેલ છે કે આ કામના આરોપીએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી આરોપીએ નાઇટ સેટલમેન્ટ છોકરી સાથે કરી આપવા રૂપિયાની ડીલ કરીને પૈસા પડાવવાના ઇરાદે મોરબી જકાતનાકે બોલાવી અને ફરિયાદી હસ્તકની કારમાં બેસેલ અને રૂપિયા લઇ લીધેલ અને અન્ય આરોપીઓએ જણાવેલુ કે છોકરી બાબતે પોલીસમાં પકડાવી દેવાનું જણાવી, હથિયાર બતાવી, ભય બતાવી, સેટલમેન્ટ માટે વધુ રૂપિયાની માંગણી કરી વગેરે રીતે ગેરકાયદેસર રીતે ગુનો કરેલ, આમ જે ફરિયાદના અનુસંધાને તપાસનીશ અધિકારીએ આરોપી ગુણવંતભાઇ રાજુભાઇ મકવાણાની ધરપકડ કરી આરોપીને લોઅર કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે રહેલા આરોપીએ પોતાને જામીન ઉપર મુકત થવા માટે તેમના વકીલ મારફત જોઇન્ટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ગુજારતા કેસની હકિકત તેમજ બચાવ પક્ષના વકીલોની રજુઆતોને ઘ્યાને લઇને રાજકોટના મહે.પમાં એડી. સેશન્સ જજ, હેતલ એમ. પાવરે આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.
આ કામમાં આરોપીના બચાવ પક્ષે રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી ચીમનભાઇ સાંકળીયા, અતુલભાઇ બોરીચા, મનીષાબેન પોપટ, અહેશાનભાઇ એ. કલાડીયા, વિજયભાઇ સોંદરવા, વિજયભાઇ ડી.બાવળીયા, પ્રકાશભાઇ એ. કેશુર, સી.એચ.પાટડીયા, જયેશભાઇ જે. યાદવ, એન.સી.ઠક્કર, જી.એમ.વોરા વગેરે રોકાયેલા હતા અને આ.કલાર્ક લલીતભાઇ ચુનીલાલ બારોટે સહકાર આપેલ છે.


Related News

Loading...
Advertisement