ફેસબુકમાં પ્રેમ થયા બાદ યુગલ સાથે રહેતુ : હવે યુવતી સાથે ઝઘડો થતાં યુવકે ઝેરી દવા ગટગટાવી

25 February 2021 06:07 PM
Surat Rajkot
  • ફેસબુકમાં પ્રેમ થયા બાદ યુગલ સાથે રહેતુ : હવે  યુવતી સાથે ઝઘડો થતાં યુવકે ઝેરી દવા ગટગટાવી

સુરતના કામરેજના યુવકને જેતપુરની યુવતી સાથે ફેસબુકમાં ઓળખાણ થઇ : વાતચીત થયા બાદ પ્રેમ પાંગર્યો : કેશોદમાં લગ્ન વગર સાથે રહ્યા બાદ ગઇકાલે બસમાં સુરત જઇ રહેલી યુવતી સાથે બોલાચાલી થતાં યુવકે પગલુ ભર્યુ : પોલીસે નિવેદન નોંઘ્યુ

રાજકોટ તા.25
સોશ્યલ મીડિયા મારફતે યુવક-યુવતીઓ પ્રેમમાં પડી રહ્યાનાં કિસ્સાઓ અવાર-નવાર સાંભળવા મળે છે. તેમજ તેમાં છેતરપીંડીના બનાવો અને આપઘાતનાં પ્રયાસનાં બનાવો પણ સામે આવે છે. બંને સોશ્યલ મીડિયા જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક મારફતે વાતચીત કર્યા બાદ પરિણીતાની જાણ બહાર પ્રેમલગ્ન કરે અને પછી અમુક કિસ્સાઓમાં છુટાછેડાનાં બનાવો બનતા હોય છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સુરતનાં કામરેજમાંરહેતા નિખીલભાઇ ભરતભાઇ ટાકોદરા (પ્રજાપતિ કુંભાર) (ઉ.વ.2પ) નામના યુવાને રાત્રીના સમયે કાલાવડ રોડ કેકેવી હોલ નજીક તેના મામાને ઘરે ઉંદર મારવાની ઝેરી દવા પી જતાં તેને તુરંત જ સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે. આ અંગે રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.


નિખીલે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પોતે એકાઉન્ટન્ટનું કામ કરે છે તેમને એકાદ વર્ષ પહેલા જેતપુરની એક યુવતી સાથે ફેસબુકમાં પરિચય થયો હતો. બાદમાં બંને તેમાં જ વાતચીત કરતા અને વોટસએપ મારફતે પણ વાતચીત કરતા હતાં. ત્યારબાદ પ્રેમ પાંગરતા નિખીલ અને યુવતી કયારેક એકબીજાને મળતા હતાં અને લગ્ન વગર તેઓ કેશોદમાં સાથે રહેતા હતાં. બાદમાં હાલ બંને સુરત સાથે રહેતા હતાં નિખીલ ત્રણ-ચાર દિવસથી જમીનનાં કાગળો બનાવવા માટે 3 થી 4 દિવસ માટે રાજકોટ મામાના ઘરે રોકાયો હતો. યુેવતી પણ અહીં આવી હતી જેથી યુવતીને વધુ બે દિવસ અહીંયા રાજકોટમાં થશે તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થતાં યુવતી બસમાં સુરત જવા નીકળી હતી. જેથી નીખીલે પગલુ ભરી લીધુ હતું.


સુરત પહોંચીને યુવતીએ કહ્યું કે અહીંયા મકાન બંધ છે જેથી તે સામાન લઇ કયાંય જતી ના રહે માટે નિખીલે મકાન માલીકને કહી દીધુ કે તેને ચાવી આપતા નહી ત્યારે પણ યુવતીએ નિખીલ સાથે ફોન પર બોલાચાલી કરી હતી. આક્ષેપો મુજબ યુવતીને તેમના પરિવાર સાથે કોઇ સંબંધ ન હોય અને એકલી જેતપુર રહેતી ત્યારે ફેસબુક પર સંપર્ક થયો હતો. આ અંગે નિખીલનું નિવેદન લેવા પોલીસે કાર્યવાહી કરી છે.


Related News

Loading...
Advertisement