અમિત શાહ આસામમાં બે રેલીઓને સંબોધશે : મંદિરોથી પ્રચારનો પ્રારંભ

25 February 2021 05:33 PM
India Politics
  • અમિત શાહ આસામમાં બે રેલીઓને સંબોધશે : મંદિરોથી પ્રચારનો પ્રારંભ

અમદાવાદથી સીધા ગુવાહાટી પહોંચેલા કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહે વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજયના પ્રવાસ વધારી દીધા છે તેઓ સવારે 10 વાગ્યે આસામના નાગાંવ જિલ્લામાં પુરાની ગુડમના મહામૃત્યુજય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થયા છેઅને બાદમાં ભગવાન શિવના મંદિરમાં યજ્ઞ પણ કર્યો છે અને બાદમાં તેઓ બટદ્રવા મઠમાં પણ જવાના છે. અને સમાજ સુધારક નવ વૈષ્ણવ મહાપુરૂષ શ્રીમદ શંકરદત્તના જન્મ સ્થાનને નજીક એક સુંદરીકરણ યોજનાનો પ્રારંભ કરશે જેમાં રૂા. 188 કરોડનો ખર્ચ થશે બાદમાં તેઓ અહીં આસપાસના વિસ્તારોમાં બે સભા સંબોધવાના છે. જેમાં બટદ્રવા સંકલ્પ નજીક એક જાહેર સભાનું આયોજન છે અને બપોર બાદ આંગ્લોગ જિલ્લાના નુરક અકલા મેદાનમાં એક વિશાળ જાહેર સભાને સંબોધશે. પશ્ચિમ બંગાળની સાથે આસામમાં ચૂંટણી યોજાવાની છે અને તેમાં ભાજપ ફરી સતા પર આવવા માટે તૈયાર છે.


Related News

Loading...
Advertisement