સુરત પાલિકાની ચૂંટણી પૂરી થતા જ આપના કોર્પોરેટરોને તોડવાનો ગંભીર આરોપ

25 February 2021 05:32 PM
Surat Gujarat
  • સુરત પાલિકાની ચૂંટણી પૂરી થતા જ આપના કોર્પોરેટરોને તોડવાનો ગંભીર આરોપ

ભાજપના નેતાઓએ કોર્પોરેટરોનો સંપર્ક કર્યાની ચર્ચા

સુરત તા.25
ભાજપના કેટલાક નેતાઓએ આપના કોર્પોરેટરોને મળવા બોલાવ્યા હોવાનો આક્ષેપસુરત મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ બાદ આપના કોર્પોરેટરોની તોડવાનો ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આપણા કેટલાક કોર્પોરેટરો સાથે ભાજપના નેતાઓએ સંપર્ક કર્યો હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. આપના સંયોજક મનોજ સોરઠીયાનો ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, ભાજપ દ્વારા આપના કોર્પોરેટરને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આપના કોર્પોરેટર તૂટયા નથી. તેનો આપ ને ગર્વ છે. જોકે કોર્પોરેટરોને કયા નેતાએ સંપર્ક કર્યો છે. તે અંગે કોઈ ફોડ પાડ્યો નથી. મનપાની ચૂંટણીમાં સૌ પ્રથમ આપના ઉમેદવારો ચૂંટાતા ભાજપમાં દોડધામ મચી છે અને આપ વિજેતા ઉમેદવારોને ભાજપમાં લેવા મથામણ શરૂ કરી હોવાનો આક્ષેપ ઉઠી રહ્યા છે.


Related News

Loading...
Advertisement