પશ્ચિમ બંગાળમાં સોનાર બાંગ્લા કેમ્પેન લોન્ચ કરતા ભાજપ પ્રમુખ નડ્ડા

25 February 2021 05:29 PM
India Politics
  • પશ્ચિમ બંગાળમાં સોનાર બાંગ્લા કેમ્પેન લોન્ચ કરતા ભાજપ પ્રમુખ નડ્ડા

રાજયના દરેક વ્યકિતને ચૂંટણી ઢંઢેરા અંગે મંતવ્ય આપવા જણાવાયું

કોલકતા, તા. 25
પશ્ચિમ બંગાળમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં હવે ભાજપે તેનું આક્રમણ વધારી દીધુ છે અને હાલમાં વડાપ્રધાનના પ્રવાસ બાદ આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા પશ્ર્ચિમ બંગાળ પહોંચી ગયા છે અને તેઓએ સોનાર બાંગ્લા કેમ્પેન લોન્ચ કર્યો છે તો બીજી તરફ ગઇકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમના નામાકરણ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદથી સીધા આસામ પહોંચી ગયા હતા અને અહીં ભાજપના પ્રચારને આગળ વધાર્યો છે. કોલકતામાં ભાજપે સોનાર બાંગ્લા કેમ્પેનમાં લોકોને મોબાઇલ એપ મારફત રાજયમાં શાસનના સૂચનો માંગ્યા છે. જેના આધારે ભાજપ પોતાનો ચૂંટણી ઢંઢેરો બનાવશે. ભાજપનો આ કેમ્પેન 3 માર્ચથી 30 માર્ચ સુધીમાં રાજયની તમામ વિધાનસભાઓને આવરી લેશે નડ્ડાએ કહ્યું કે પશ્ર્ચિમ બંગાળના એક એક વ્યકિતનું અમારે સૂચન જોઇએ છે અને તેના આધારે રાજયના વિકાસનો રોડ મેપ તૈયાર કરશું. નડ્ડા ગઇકાલે પહોંચ્યા તે બાદ એક પછી પછી એક વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement