કેરાલામાં આરએસએસ કાર્યકરની હત્યા : સજ્જડ બંધ

25 February 2021 05:28 PM
India
  • કેરાલામાં આરએસએસ કાર્યકરની હત્યા : સજ્જડ બંધ

કાર્યકરોમાં રોષની આંધી : બનાવમાં 8ની ધરપકડ

તિરૂવનંતપૂરમ તા.25
કેરાલામાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે ત્યારે અલપ્પુજા જિલ્લામાં આરએસએસના એક કાર્યકરની હત્યા કરી દેવામાં આવ્યા બાદ આ વિસ્તારમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. ગત બુધવારે રાતે આરએસએસ અને મુસ્લિમ સંગઠન પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની રાજકીય શાખા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આરએસએસ કાર્યકર નંદુનુ મોત થયુ હતુ.

પોલીસના કહેવા પ્રમાણે આ અથડામણમાં બીજા લોકો પણ ઘાયલ થયા છે.જોકે પોલીસે આ અંગેની વધારે જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો.દરમિયાન કેરલ ભાજપના પ્રમુખ કે સુરેન્દ્રને આ હત્યાની નિંદા કરીને મુસ્લિમ સંગઠન પીએફઆઈને જવાબદાર ઠેરવ્યુ છે.દરમિયાન પોલીસે આ કેસમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના 8 કાર્યકરોની ધરપકડ પણ કરી છે.

દરમિયાન ભાજપ અને બીજા હિન્દુ સંગઠનો દ્વારા આરએસએસ કાર્યકરની હત્યાના વિરોધમાં સમગ્ર વિસ્તારમાં આજે બંધનુ એલાન અપાયુ છે.જેની અસર પણ જોવા મળી રહી છે.આખા જિલ્લામાં સજ્જડ બંધ પાળવામાં આવી રહ્યો છે.


Related News

Loading...
Advertisement