પશ્ચિમ બંગાળમાં હાલમાં જ મમતા બેનર્જી સરકારે પેટ્રોલની કિંમતમાં રૂા.1નો ઘટાડો જાહેર કર્યો છે અને હજુ ચૂંટણી આવશે તે વધુ ભાવ ઘટશે તે નિશ્ર્ચિત છે પણ તે વચ્ચે તેઓએ આજે સવારે સચિવાલય જવા માટે સ્કુટર સવારી કરી હતી. અને પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. મમતાએ ઇલેકટ્રીક સ્કુટરનો ઉપયોગ કર્યો જે તેમના મહિલા બોડી ગાર્ડ ચલાવતા હતા અને મમતાએ ભાવ વધારા વિરોધ કરતું બેનર પોતાની સાડી પર રાખ્યું હતું જોકે મમતાના આ સ્કુટર સવારીના કારણે માર્ગોનો ટ્રાફિક થંભાવી દેવામાં આવ્યો હતો અને તેમના નિવાસથી સચિવાલય સુધી ચારે તરફ પોલીસ ગોઠવાઇ ગઇ હતી.