સરકારની કરકસર : બજેટ સત્રમાં કાગળનો ઓછો ઉપયોગ : પેન ડ્રાઇવમાં વિગતો અપાશે

25 February 2021 05:21 PM
Ahmedabad Gujarat
  • સરકારની કરકસર : બજેટ સત્રમાં કાગળનો ઓછો ઉપયોગ : પેન ડ્રાઇવમાં વિગતો અપાશે

અંદાજીત 9 લાખથી વધુ કાગળો બચાવવા આયોજન

ગાંધીનગર તા.25
ગુજરાત વિધાનસભાનું આ વખતના બેજેટસત્રમાં કાગળનો ઓછો ઉપયોગ કરવામાં આવશે.. ઉલ્લેખનીય છે કે બજેટસત્ર દરમ્યાન અપાતા સાહિત્યમાં અલગ અલગ અહેવાલો ઉપરાંત વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન ઉપયોગ માં લેવાતા કાગળો ઉપર કાપ મુક્યો છે. જેના બદલે પેનડ્રાઈવમાં વિગતો આપવામાં આવશે.

સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ગુજરાત વિધાનસભાના એક માર્ચે શરૂ થનારા બજેટસત્રની મોટાભાગની કાર્યવાહી દરમ્યાન કાગળનો ઓછો ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે અંદાજિત 9 લાખથી વધુ કાગળો બચાવવામાં આવશે . જોકે આ કામગીરીમાં જરૂર પડે ત્યાં કેટલીક બાબતોની સીધી સોફ્ટ કોપી અપાઈ શકે છે . ઉલ્લેખનીય છે કે બજેટ દરમિયાન વપરાતા કાગળોમાં કાપ મૂકીને બજેટ સત્ર ઉપરાંત બિનજરૂરી વધારાની પેપર કોપીઓ માં ઘટાડો કરવામાં આવશે.

એટલે કે બજેટ પેપર લેસ નહીં પરંતુ પેપર કોપી અને અન્ય સાહિત્ય માં ઘટાડો થશે. તો બીજી તરફ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પરિણામો પણ આગામી 2 માર્ચ ના રોજ જાહેર થવાના હોવાથી બજેટની રજૂઆત 3 માર્ચ ના રોજ કરવામાં આવશે અને આ માટે બજેટની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement