તૃણમૂલના અંડા ચાવલની સામે ભાજપનું મછલી ચાવલ

25 February 2021 05:20 PM
India Politics
  • તૃણમૂલના અંડા ચાવલની સામે ભાજપનું મછલી ચાવલ

ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ રાજયમાં લોકોને આકર્ષવાની એક પણ તક જતી કરવા માંગતા નથી. મમતા બેનર્જીએ થોડા સમય પહેલા મા-કેન્ટીન ચાલુ કરી છે જેમાં લોકોને રૂા.પમાં ઇંડા-ચાવલનું ભોજન આપવામાં આવે છે જેમાં હવે 200 ગ્રામ ચાવલની સાથે શાક અને દાળ ઉમેર્યા છે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ મેનુ વધતુ જશે તો ભાજપે હવે ગરીબ લોકો માટે મછલી ચાવલની યોજના અમલમાં મુકવાની જાહેરાત કરી છે અને તેમાં દાળ તથા આલુના ભુજીયા તથા ચટણી પણ સામેલ હશે. મંગળવારે મેદીનીપુરમાં ભાજપના નેતાઓએ જમીન ઉ5ર પંગત લગાડીને આ ભોજન જમ્યા હતા. અને સરકાર આવશે ત્યારે રાજયભરમાં તે ભોજન ગરીબોને મળશે તેવી જાહેરાત કરી છે.


Related News

Loading...
Advertisement