કેરળમાં રાહુલ ગાંધીએ માછીમારો સાથે સમુદ્રમાં ડૂબકી લગાવી, માછલી પકડી

25 February 2021 05:13 PM
India Top News
  • કેરળમાં રાહુલ ગાંધીએ માછીમારો સાથે સમુદ્રમાં ડૂબકી લગાવી, માછલી પકડી

અમને જાણ કર્યા વિના રાહુલ એકાએક સમુદ્રમાં ઉતરતા અમે દંગ થઈ ગયા: કોંગ્રેસ પદાધિકારી

કોલ્લન (કેરલ) તા.25
માછીમારોનાં જીવન નજીકથી જોવા માટે કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ માછીમારો સાથે દરીયામાં ડૂબકી લગાવી હતી અને માછલી પણ પકડી હતી.આ પહેલા રાહુલ ગાંધી નૌકામાં સવાર થઈને કેરલનાં કોલ્લમ તટ પર સમુદ્રમાં ગયા હતા અને જયારે માછીમારોએ માછલી પકડવા માટે જાળ નાખી તો રાહુલ પણ બાકી માછીમારો સાથે પાણીમાં ઉતરી ગયા. જયાં તેમણે માછીમારો સાથે માછલી પકડી હતી. રાહુલ તટ પર પહોંચતા પહેલા લગભગ 10 મીનીટ સુધી માછીમારો સાથે તરતા રહ્યા હતા રાહુલની સાથે પાણીમાં તેના અંગત સુરક્ષા અધિકારી પણ હતા.પદાધિકારીઓએ જણાવ્યું હતું કે રાહુલ અમને જાણ કર્યા વગર જ પાણીમાં ઉતરી ગયા હતા. અમે બધા દંગ થઈ ગયા હતા. પણ તે ખૂબ જ સહજ દેખાતા હતા. બાદમાં રાહુલનો આ વિડીયો સોશ્યલ મિડિયામાં વાયરલ થઈ ગયો હતો. નૌકાના માલીક બીજુ લોરેન્સે જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતાએ માછીમારોના પરિવાર અને આવકનાં સ્ત્રોતનાં બારામાં પૂછયુ હતું.


Related News

Loading...
Advertisement