કોંગ્રેસે લોકોના ભરોસા પર પાણી ફેરવ્યું છે: મોદી

25 February 2021 05:13 PM
India
  • કોંગ્રેસે લોકોના ભરોસા પર પાણી ફેરવ્યું છે: મોદી

પુડુચેરીમાં વડાપ્રધાનના હસ્તે અનેક જનકલ્યાણકારી યોજનાઓનો પ્રારંભ : કોંગ્રેસ પાસે ફૂટ પાડો, ખોટુ બોલો ને રાજ કરવાની નીતિ: પીએમ

પુડુચેરી તા.25
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પુડુચેરી પહોંચ્યા હતા, જયાં તેમણે અનેક યોજનાઓની શરુઆત કરી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે આ રાજય ઐતિહાસિક ભૂમિ છે, જેનું દેશમાં મહત્વનું પ્રદાન છે. આ તકે વડાપ્રધાને કોંગ્રેસને નિશાન બનાવી પ્રહાર કર્યો હતો કે કોંગ્રેસે લોકોના ભરોસા પર પાણી ફેરવી દીધું છે.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આપની પાસે સહજ, રેતી અને કિનારો છે. અહીં વિવિધ આધ્યાત્મિકતા પણ છે. એનડીએ સરકાર સ્થાનિક પાયાગત માળખુ અને કનેકટીવીટીને બહેતર બનાવવા માટે કામ કરી રહી છે, જેથી વધુ પ્રવાસીઓ અહીં આવે. આ તકે વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની હાઈ કમાન્ડ સરકારે સહકારી સમીતીઓના વ્યવસ્થા બરાબર નથી કરી.

હું ગુજરાતથી આવું છું જયાં સહકારી આંદોલને અનેક લોકોના જીવ બદલી નાંખ્યા છે. એનડીએ સરકાર પુડુચેરીમાં સહકારી ક્ષેત્રને જીવંત બનાવવા કામ કરશે. વડાપ્રધાને કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યુ હતું કે કયારેક કોંગ્રેસના નેતા એક ક્ષેત્રને બીજાની વિરુદ્ધ ઉભા કરી દે છે. તેઓ ખોટુ બોલવામાં સુવર્ણ, રજત અને કાંસ્યપદક વિજેતા છે.વડાપ્રધાન અહી 400 મીટર સિંથેટીક એથ્લેટીક ટ્રેકની આધારશિલા મુકી હતી.


Related News

Loading...
Advertisement