પંજાબનાં દંતકથારૂપ ગાયક સાર્દુંલ સિકંદરનું નિધન

25 February 2021 05:11 PM
India Entertainment
  • પંજાબનાં દંતકથારૂપ ગાયક સાર્દુંલ સિકંદરનું નિધન

કોરોનાએ વધુ એક કલા હસ્તીનો ભોગ લીધો:મુખ્યમંત્રી અમરિન્દરસિંહ સહીતના રાજનેતાઓએ શ્રધ્ધાંજલી પાઠવી

મુંબઈ: પંજાબનાં દંતકથા સમાન ગાયક સાર્દુલ સિકંદરે ગઈકાલે 60 વર્ષની વયે છેલ્લા શ્વાસ ધા હતા તેને કોરોના પોઝીટીવ હતો અને મોહાલીમાં તેની સારવાર ચાલતી હતી. સાર્દુલના મૃત્યુ પર મુખ્યમંત્રી અમરિન્દરસિંહે શોક વ્યકત કરતા જણાવ્યું હતું કે તેમના નિધનથી પંજાબી સંગીત રાંક બન્યુ છે. સાર્દુલનાં નિધનના સમાચાર સાંભળીને અકાલી શિરોમણી દળનાં અધ્યક્ષ સુખબીરસિંહ બાદલે જણાવ્યું હતું કે તેમના મૃત્યુથી પંજાબી ફિલ્મો અને મ્યુઝીક ઈન્ડસ્ટ્રીઝને મોટી ખોટ પડી છે. ગાયિકા હર્ષદીપ કૌરે ટવીટ કયુર્ં હતું.ખુબ જ દુ:ખદ ખબર પૂર્વ મંત્રી પરીણીત કૌરે પણ જણાવ્યું હતું કે તેમના એકાએક નિધનથી તેમની ખાલી પડેલી જગ્યા કયારેય પુરી નહિં થાય.


Related News

Loading...
Advertisement