અમદાવાદ તા.25 : અત્રે મુસ્લીમ યુવક સાથે લગ્ન કરનાર યુવતીને સુર્યાસ્ત બાદ પોલીસ સ્ટેશને બોલાવવા બદલ પીઆઈએ હાઈકોર્ટની બિનશરતી માફી માગી હતી. આ ઘટનાને ટાંકી હાઈકોર્ટે રાજય સરકારને સુચના આપી હતી કે ટ્રેનીંગ એકેડેમીમાં તાલીમ લેતા પોલીસ અધિકારીઓની તટસ્થતા અને પક્ષપાત વગરના વલણથી કાર્યવાહી કરવાની તાલીમ આપવામાં આવી હતી. આ અંગેની વિગત એવી છે કે હાઈકોર્ટમાં એક મુસ્લીમ યુવક હેબીયસ કોપર્સની રીટથી ફરીયાદ કરી હતી કે તે એક હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા માંગે છે અને આ યુવતી અત્યારે પોલીસ કોન્સટેબલની તાલીમ લઈ રહી છે. લગ્ન માટે નોંધણી કરાવ્યા બાદ આ યુવતી ગાયબ થઈ છે. હાઈકોર્ટે આ બાબતે જરૂરી આદેશો આપતા બહાર આવ્યુ હતું કે યુવતીએ જુનાગઢની પોલીસ એકેડેમીમાં ટ્રાન્સફર લીધી છે.બાદમાં યુવતીએ કહ્યું કે કારેજનાં પીઆઈએ તેને નિવેદન માટે સુર્યાસ્ત પછી બોલાવી હતી. જેના પગલે હાઈકોર્ટે પીઆઈની સ્પષ્ટતા માંગી હતી.