સૌરાષ્ટ્ર-કચ્છમાં તા.1થી ઠંડીનો વધુ એક રાઉન્ડ !

25 February 2021 04:55 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં તા.1થી ઠંડીનો વધુ એક રાઉન્ડ !

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોનાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર હેઠળ:હજુ બેથી ત્રણ દિવસ સુધી રાજકોટ સહિત અનેક સ્થળોએ બપોરે આકરી ગરમી અનુભવાશે : હવામાન વિભાગ

રાજકોટ, તા.25
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે અનેક સ્થળોએ હવામાં ભેજ 90 ટકા ઉપર નોંધાતા ઝાકળ છવાયુ હતું. રાજકોટમાં પણ સવારે 91 ટકા ભેજ રહેતા મોડી સવાર સુધી ઝાકળ છવાયેલુ રહ્યું હતું અને લઘુતમ તાપમાન 19.2 ડીગ્રી નોંધાતા ઠંડીનું પ્રમાણ સામાન્ય રહ્યું હતું.દરમ્યાન ગઇકાલે બપોરે મહતમ તાપમાન 3પ ડિગ્રી આસપાસ નોંધાતા ઉનાળા જેવી ગરમી નોંધાઇ હતી.


દરમ્યાન આજે બપોરે 2.30 કલાકે શહેરનું તાપમાન 33.4 ડિગ્રી નોંધાતા આજે પણ મહતમ તાપમાન 3પ ડિગ્રી સુધી પહોંચી જવાની શકયતા છે.રાજકોટ હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ આજે બપોરે હવામાં ભેજ 27 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 14 કિ.મી. રહી હતી.


દરમ્યાન હવામાન કચેરીના જણાવ્યા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ સુધી ર થી 3 દિવસ સુધી બપોરે ઉનાળા જેવી ગરમી યથાવત રહેશે અને બપોરનું તાપમાન 3પ થી 36 ડિગ્રી સુધી રહેશે અને સવારનું લઘુતમ તાપમાન 19 થી 20 ડિગ્રી વચ્ચે નોંધાશે.આ ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો વધુ એક નાનકડો રાઉન્ડ તા. 1થી આવશે. ઉત્તર ભારતના પહાડી ક્ષેત્રોમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર હેઠળ તા.1 થી 3 સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ઠંડીનો અનુભવ થશે અને અનેક સ્થળોએ લઘુતમ તાપમાન 14 થી 1પ ડિગી આસપાસ નોંધાશે.


Related News

Loading...
Advertisement