રાજ્યના પૂર્વ DGP ચિતરંજન સિંઘના નિધન બાદ પંજાબના ભટિંડામાં અંતિમવિધિ થઈ

25 February 2021 04:39 PM
Rajkot Gujarat
  • રાજ્યના પૂર્વ DGP  ચિતરંજન સિંઘના નિધન  બાદ પંજાબના ભટિંડામાં અંતિમવિધિ થઈ

*ચિતરંજન સિંઘ રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર તરીકે પણ કામગીરી કરી ચુક્યા છે : પોલીસ બેડામાં શોક છવાયો *70 વર્ષીય ચિતરંજન સિંઘ 1976 બેચના ગુજરાત આઈપીએસ કેડરના અધિકારી હતા *ડિસેમ્બર 2010થી સપ્ટેમ્બર 2012 સુધીમાં ઇન્ચાર્જ અને ત્યારબાદ 2012 થી 2013 સુધી ડીજીપી તરીકે ફરજ બજાવી

રાજકોટ, તા.25
ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ચિતરંજન સિંહનું બુધવારે સવારે પંજાબના ચંદીગઢની એક હોસ્પિટલમાં હાર્ટ એટેક બાદ નિધન થયું હતું, તેમના પરિવારે આ અંગે માહિતી આપી હતી. 70 વર્ષીય શ્રી સિંઘ 1976 બેચના ગુજરાત આઈપીએસ કેડરના અધિકારી હતા અને ડિસેમ્બર 2010 થી સપ્ટેમ્બર 2012 સુધીમાં ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી તરીકે ફરજ બજાવી હતી અને ત્યારબાદ 2012 થી 2013 સુધી ડીજીપી તરીકે રહી ચૂક્યા હતા. સિંઘ 28 ફેબ્રુઆરી, 2013 ના રોજ સેવામાંથી નિવૃત્ત થયા હતા.


પંજાબના ભટિંડામાં ખેડુતો પરિવારમાંથી આવતા ચિતરંજન સિંઘ સાયન્સ અને કાયદામાં ગ્રેજયુએટ થયા બાદ આઈપીએસમાં જોડાનારા તેમના પરિવારના પ્રથમ સભ્ય બન્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર ચિતરંજન સિંઘ બે દિવસ પહેલા સંબંધીઓને મળવા માટે ચંદીગઢ ગયા હતા. બુધવારે વહેલી સવારે તેઓની તબિયત લથડી હતી જેથી તેઓને ચંદીગઢના સેક્ટર 32માં આવેલી જીએમસીએચ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. ચિતરંજન સિંઘને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેમને ગુજરાત પોલીસના વિકાસમાં ખૂબ યોગદાન આપ્યું, જેથી આ યોગદાન યાદ કરી ગુજરાત પોલીસ પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે. રાજકોટમાં પણ તેમણે પોલીસ કમિશ્નર તરીકે પ્રશંસનિય કામગીરી બજાવી હતી. પંજાબના ભટીંડા ખાતે શ્રી ચિતરંજનસિંઘના પાર્થિવ દેહની અંતિમ વિધિ થઇ હતી.


Related News

Loading...
Advertisement