શેરબજારમાં 500 પોઈન્ટની તેજી બાદ આંશિક પીછેહઠ: ન્યુરેકાનું લીસ્ટીંગ, પ્રથમ દિવસે જ સર્કીટ

25 February 2021 04:11 PM
Business India
  • શેરબજારમાં 500 પોઈન્ટની તેજી બાદ આંશિક પીછેહઠ: ન્યુરેકાનું લીસ્ટીંગ, પ્રથમ દિવસે જ સર્કીટ

રીલાયન્સમાં જોરદાર ઉછાળો: સરકારી કંપનીઓના શેરો લાઈટમાં

રાજકોટ તા.25
મુંબઈ શેરબજારમાં આજે ફેબ્રુઆરી ફયુચરના અંતિમ દિવસે તેજીનો ઝોક રહ્યો છે. હેવીવેઈટ શેરોમાં ધૂમ લેવાલીથી સેન્સેકસ એક તબકકે 500 પોઈન્ટથી વધુ ઉંચકાયો હતો તેમાં પછી આંશિક પીછેહઠ હતી. શેરબજારમાં ગઈકાલે ટેકનીકલ ખામીને કારણે કલાકો સુધી કામકાજ ખોરવાયા બાદ આજે ટ્રેડીંગ નોર્મલ હતું.

વિશ્વબજારોની તેજી, વિદેશી નાણાંસંસ્થાઓની લેવાલી, ખાનગીકરણની તેજી, વિદેશી નાણાંસંસ્થાઓની લેવાલી, ખાનગીકરણની દિશામાં સરકારના ઝડપી પગલા સહિતના કારણોથી માનસ પોઝીટીવ હતું. કોરોના કેસોમાં એકાએક વધારાની ચિંતા છતાં તે કારણને ડીસ્કાઉન્ટ ગણી લેવામાં આવ્યુ હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ભારત આર્થિક પ્રગતિની દિશામાં છલાંગ મારે તેમ હોવાના સંકેતોથી માનસ હકારાત્મક બની રહ્યું છે.

શેરબજારમાં આજે કોલ ઈન્ડીયા, અદાણી પોર્ટ, ભારત પેટ્રોલીયમ, રીલાયન્સ, એકસીસ બેંક, ટાટા મોટર્સ, ભેલ, પંજાબ નેશનલ બેંક, જસ્ટ ડાયલ, રાણે મદ્રાસ, બજાજ ઓટો, બજાજ ફીન સર્વિસ, ડો. રેડ્ડી, ઈન્ફોસીસ, ઓએનજીસી, પાવરગ્રીડ, સનફાર્મા, સીએસ વગેરે ઉંચકાયા હતા. નેસ્લે, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન, ડીવીઝ લેબ, કોટક બેંક, લાર્સન જેવા શેરોમાં ઘટાડો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 366 પોઈન્ટ ઉંચકાઈને 51148 હતો તે ઉંચામાં 51386 તથા નીચામાં 51004 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 141 પોઈન્ટ વધીને 15122 હતો. જે ઉંચામાં 15176 તથા નીચામાં 15065 હતો. દરમ્યાન આજે ન્યુરેકા લીમીટેડનું લીસ્ટીંગ થયું હતું. 400ને ભાવે ઓફર કરાયેલા શેરમાં પ્રથમ દિવસે જ તેજની સર્કીટ હતી. બીએસઈમાં 666 તથા એનએસઈમાં 645ના ભાવ સર્કીટ હતો. ઈસ્યુ 31 ગણો ભરાયો હતો.


Related News

Loading...
Advertisement