નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચેના ઘટેલા તનાવ અને બન્ને દેશો વચ્ચે સતત વધી રહેલા વ્યાપારથી હવે પાકિસ્તાન પણ ઠંડુ પડી ગયું છે અને બન્ને દેશો વચ્ચે હોટલાઈન શરુ થઈ છે તેમાં પાકિસ્તાને પણ શાંતિના જાપ શરુ કરી દીધા છે. પાકના ડાયરેકટર જનરલ ઓફ મીલીટરી ઓપરેશન દ્વારા ભારતના ડીજીએમઓને હોટલાઈન પર ફોન કરતા સરહદ પર શાંતિ જાળવી રાખવા અને બન્ને દેશોના સંબંધોમાં તનાવ ઘટાડવાની આવશ્યકતા દર્શાવી હતી. બાદમાં એક સંયુક્ત નિવેદનમાં બન્ને દેશોએ સિમલા સહિતની સમજુતી છે તથા અન્ય જે કંઈ સહમતી સર્જાઈ છે. તેવું પાલન કરવાની ખાતરી આપવામાં આવી છે અને કોઈ ગેરસમજના સમયે બન્ને ડીજીએમઓ હોટલાઈન પર વાતચીત કરીને તનાવ ઘટાડશે તે નિશ્ર્ચિત કરવામાં આવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ભારત-પાક સરહદ કાશ્મીર ક્ષેત્રમાં હીમ પીગળતા ખુલ્લી થવા છતાં હાલ શાંતિ છે અને પાક તરફથી કોઈ ગોળીબારની ઘટના બની નથી.