આવું તો વિપક્ષ પાસેથી શિખાય હો! સુરતના નગરસેવક જેવી હિંમત છે?

25 February 2021 04:02 PM
Surat ELECTIONS 2021 Gujarat
  • આવું તો વિપક્ષ પાસેથી શિખાય હો! સુરતના નગરસેવક જેવી હિંમત છે?

રાજકોટ, તા. 25
સુરત મહાપાલિકામાં મુખ્ય વિપક્ષ તરીકે ચૂંટાઇ આવેલ ‘આપ’ના નગરસેવક અને સંભવિત વિપક્ષી નેતા ડો.કિશોર રૂપારેલીયાએ પ્રજાની તિજોરીમાંથી પગાર વેતન કે ભથ્થા નહીં લેવા જાહેરાત કરી છે. આ નિર્ણયને સૌ સ્વચ્છ, પ્રમાણીક અને ઇમાનદાર જેવો ગણાવે છે. રાજકોટ મનપાના ઇતિહાસમાં માત્ર એક વખત કોંગ્રેસનું શાસન આવ્યું છે અને બાકી ભાજપનું રાજ રહ્યું છે. આવી નૈતિક હિંમત આજ સુધી કોઇ નગરસેવકોએ દેખાડી નથી. નૈતિકતા ભલે વિરોધ પક્ષની આગળ હોય પરંતુ રાજકારણ ભૂલીને તેમાંથી આવી પ્રેરણા લેવી હોય તો ભાજપ કે કોંગ્રેસના કોર્પોરેટરોને કોઇ રોકી શકતુ નથી. કંગાળ થયેલી તિજોરીને અમુક નગરસેવકો વેતન ન લે તો ઓકસીજન મળવાનો નથી પરંતુ જનતાને આ સેવકો પર માન જરૂર વધી શકે છે. જોકે આ માટે ‘પ6’ની છાતી જોઇએ જે વેતન પુરતી તો કોઇ પાસે હોવાનું લાગતુ નથી. હાલ સુરતના નગરસેવકની આ નૈતિક હિંમતની બધા પક્ષોમાં પ્રશંસા થઇ રહી છે.


Related News

Loading...
Advertisement