ઓટીટી-સોશિયલ મિડિયા પર સરકારનો પહેરો

25 February 2021 03:56 PM
Entertainment India
  • ઓટીટી-સોશિયલ મિડિયા પર સરકારનો પહેરો

સોશિયલ મિડિયા પર થતી પોસ્ટ વાંધાજનક હોય તો 24 કલાકમાં હટાવવી પડશે : નવી માર્ગરેખા જાહેર: દરેક સોશ્યલ મિડિયાએ સ્થાનિક નોડેલ અધિકારી નિશ્ચીત કરવા પડશે: દર મહિને વાંધાજનક પોસ્ટ સામે લેવાયેલ પગલાની માહિતી ફરજીયાત : નેટફલીકસ સહીતના પ્લેટફોર્મ માટે હવે ફિલ્મો ધારાવાહિકનું રેટીંગ: 17 વર્ષની નીચેના વયના માટે પ્રતિબંધીતની વ્યવસ્થા જરૂરી : ત્રણ તબકકાની માર્ગરેખા: સ્વસંયમ નોડેલ એજન્સી અને સરકાર દ્વારા નિયમો લદાશે

નવી દિલ્હી તા.25
દેશમાં લાંબા સમયના વિવાદ બાદ કેન્દ્ર સરકારે આજે ઈન્ટરનેટ મિડીયા અને ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ માટેની નવી માર્ગરેખા જાહેર કરતાં સરકાર ટીકા કે આલોચનાને સ્વીકારે છે પણ ઈન્ટરનેટ મિડિયાનાં ખોટા ઉપયોગ પર ફરીયાદ કરવા માટે પણ એક પ્લેટફોર્મ હોવુ જરૂરી છે.

જેનાથી તેનો દુર ઉપયોગ રોકી શકાશે. શ્રી પ્રસાદે કહ્યું કે દેશમાં વોટસએપનાં 53 કરોડ ફેસબુકના, 40 કરોડ અને ટવીટર પર એક કરોડથી વધુ યુઝર્સ છે અને સર્વોચ્ચ અદાલતે પણ ઓનલાઈન ક્ધટેન્ટ માટે ગાઈડલાઈન બનાવવાની સુચના આપી છે. શ્રી પ્રસાદે કહ્યું કે ઈન્ટરનેટ મિડીયા પ્લેટફોર્મ પર એક અધિકારી જે તે કંપનરીએ નિયુકિત કરવાનો રહેશે અને કોઈપણ આપતીજનક ક્ધટેન્ટ 24 કલાકમાં દુર કરવાના રહેશે.

વિદે પ્લેટફોર્મ ભારતમાં જ આ માટે નોડેલ ઓફીસરની નિયુકિત કરવી જરૂરી હશે અને કેવી ફરીયાદો આવી અને તેનો નિકાલ કઈ રીતે થયો તેની માહીતી આપવી પડશે તથા અફવા ફેલાવનારની માહીતી સરકારને આપવાની રહેશે. જેમાં દેશની એકતા અખંડીતતા સુરક્ષા તથા દુષ્કર્મ જેવી માહિતીનો સમાવેશ થાય છે. ઓટીટી પ્લેટફોર્મ ત્રણ સ્તરીય રેટીંગનાં આધારે તેના રેગ્યુલેશન બનાવવાનાં દરેક ઓટીટી ડીજીટલ મિડીયાની નોંધણી જરૂરી હશે અને તેનો અસ્વીકાર કરી શકશો.

કોર્ટમાં પોસ્ટ હટાવવા માયે જે તે વ્યકિતને જાણ કરી શા માટે હટાવાઈ તે પણ કહેવુ પડશે. સોશ્યલ મિડિયા માટે નિયમ ત્રણ મહિનામાં લાગુ થશે સોશ્યલ મિડિયામાં ત્રણ કેટેગરી યુ, યુએ-7, અને યુએ-13 હશે. ઓનલાઈન પ્લેટફોર્મ પર નિયંત્રણો આવે એવી ડીમાન્ડ ઘણા સમયથી થઈ રહી છે. માટે સરકારે એ અંગે હવે ઈન્ફર્મેશન ટેકનોલોજી રૂલ્સ 2021 તૈયાર કર્યો છે. આ નિયમ પ્રમાણે શારીરીક રીતે અશકત વ્યકિતઓને પણ ઓટીટી પ્લેટફોર્મનો આનંદ મળે

એવી સુવિધા વિકસાવવા જણાવાશે તો વળી ફીલ્મને જેમ તેના ક્ધટેન્ટ પ્રમાણે એ યુ વગેરે સર્ટીફીકેટ અપાય છે તેના રેટીંગ ઓટીટી પ્લેટફોર્મ પર સતત દેખાય તેવી વ્યવસ્થા પણ કરાશે. અત્યારે ઓટીટી પ્લેટફોર્મ ગમે તે ઉંમરની વ્યકિત જોઈ શકે છે. પણ 13 વર્ષથી ઓછી વયનાં બાળકો સીધા ઓટીટી પર ન જઈ શકે એવી વ્યવસ્થા વિકસાવવા કંપનીઓને સુચના અપાશે.આ બધા નિયમો કુલ 3 તબકકામાં લાગુ થયા છે.

પહેલા તબકકામાં સેલ્ફ રેગ્યુલેશન એટલે કાર્યક્રમ બનાવનાર પોતે જ સમજીને મર્યાદામાં રહે તેનો સમાવેશ થાય છે.બીજા તબકકામાં સરકાર દ્વારા અને ત્રીજા તબકકામાં થર્ડ પાર્ટી દ્વારા અવલોકન કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement