નવી દિલ્હી, તા. 25
દેશભરમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટના અમલ બાદ ચેક રીટર્ન કેસમાં સતત થઇ રહેલા ભરાવા અને સમગ્ર પ્રક્રિયા અત્યંત ગુંચવણ ભરી બની ગઇ હોવાના અહેવાલ બાદ આજે સુપ્રિમ કોર્ટે ખુદ સુઓ મોટો કેસ દાખલ કરીને ચેક બાઉન્સના કેસો કઇ રીતે સરળતાથી નિકાલ લાવવા તે અંગે વિચારણા શરૂ કરી છે. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમંત્રી એસ.એ.બોબડે વડપણે ખંડપીઠ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138ની સમીક્ષા કરશે અને તેમાં કયાં સુધારાની જરૂર છે તે પણ જોશે અગાઉ સુિ5્રમ કોર્ટે દેશની 11 હાઇકોર્ટને આ અંગે સુચનો આપવા માટે જણાવ્યું હતું અને તે મળી ગયા છે. જેના આધારે હવે સુપ્રિમ કોર્ટ વિચારણા કરશે.