‘શિકારા’બાદ હવે વિધુ વિનોદ ચોપરા સાયકોલોજીકલ થ્રીલર ‘બારીશ’ બનાવશે

25 February 2021 03:40 PM
Entertainment
  • ‘શિકારા’બાદ હવે વિધુ વિનોદ ચોપરા સાયકોલોજીકલ થ્રીલર ‘બારીશ’ બનાવશે

વિધુ વિનોદ ચોપરાની નવી ફિલ્મની જાહેરાત

મુંબઈ: એક વર્ષ પહેલા ટેલેન્ટેડ ડિરેકટર વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘શિકારા’સિનેમા હોલમાં રજુ થઈ હતી. નવોદિત આદિલખાન અને સાદિયાને ચમકાવતી આ ફિલ્મનો હૃદયને કંપાવનારો કાશ્મીરના શરણાર્થીઓનો હતો. હવે વિધુ વિનોદ ચોપરા એક નવો જ વિષય લઈને આવી રહ્યા છે.બારીશ ફીલ્મથી જયપુર લીટરેચર ફેસ્ટીવવ 2021 દરમ્યાન વિધુ વિનોદ ચોપરાએ બારીશની જાહેરાત કરી હતી. આ ફીલ્મ એક ક્રેઝી થ્રિલર છે. જેમાં એક કપલ એકબીજાની હત્યા કરવા માગતા હોય છે. આ અનોખી ફિલ્મનાં સંદર્ભમાં વિધુ કહે છે કે મને કંઈક નવુ કરવુ ગમે છે.જો હું બીબા ઢાળમાં જીવુ તો મને જીંદગી બોરીંગ લાગે છે.‘બારીશ’ વિધુની 10 મી નિર્દેશીત ફીલ્મ છે. જે એક સાયકોલોજીકલ થ્રિલર છે. અગાઉ વિધુએ ખામોશી (1986) પરીન્દા (2989) મિશન કાશ્મીર (2000) જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.
સુત્રો અનુસાર ફીલ્મ હજુ સ્ક્રીપ્ટીંગના તબકકે છે. હજુ ફીલ્મનાં કલાકારોની પસંદગી નથી થઈ.


Related News

Loading...
Advertisement