મુંબઈ તા.25
આલીયા ભટ્ટની બહુચર્ચીત આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ની થિયેટરોમાં રજુઆત આગામી 30 મી જુલાઈએ થઈ શકે છે. આ અંગે ફીલ્મનાં સર્જકોએ ગઈકાલે જાહેરાત કરી હતી. આ ફીલ્મનું નિર્દેશન સંજયલીલા ભણશાલીએ કર્યું છે. ફિલ્મનાં લાક્ષણીક પોસ્ટર સાથે ખુદ આલીયા ભટ્ટે પણ ફિલ્મની મોટા પરદે રજુઆતની જાહેરાત કરી હતી. તસ્વીરમાં લીલી સાડી પહેરેલી આલીયા પારંપારીક ગુજજુ મહિલા જેવી દેખાય છે.આ ફિલ્મ એસ.હુસેન ઝૈદીની બુક માફીયા ઓફ મુંબઈ પરથી બની રહી છે. આ ફિલ્મમાં કાઠીયાવાડથી આવેલી મહિલાની કુટણખાનાની માલીકીથી માંડીને માફીયા કવીન સુધીની સફર છે. આ ફિલ્મથી પ્રથમવાર સંજય લીલા ભણશાલી અને આલીયાભટ્ટ સાથે કામ કરી રહ્યા છે.