જામનગર જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રચાર અર્થે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ લાલપુરના પ્રવાસે

25 February 2021 03:16 PM
Jamnagar
  • જામનગર જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રચાર અર્થે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ લાલપુરના પ્રવાસે

જામનગર તા.25:
જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઉપર પણ કેસરીયો લહેરાવવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે પ્રથમવાર લાલપુર તાલુકામાં સભા ગજવવા આવી રહ્યા છે. જેને લઇને લાલપુર સહિત જિલ્લાભરમાં ભાજપના કાર્યકરોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષને આવકારવા યુવા ભાજપ દ્વારા બાઇક રેલીનું પણ આયોજન કરાયું છે.

મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપે જીત મેળવ્યા બાદ હવે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ ભાજપે કબ્જે કરવા મિશન બનવ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે જામનગર જિલ્લાના લાલપુર ખાતે સભાને સંબોધવાના છે જેને લઇને લાલપુર તાલુકામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી દેવાઇ છે. સાથે સાથે યુવા ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને આવકારવા બાઇક રેલીનું પણ આયોજન કરાયું છે.

આ બાઇક રેલીમાં કેસરીયા બ્રિગેડ દ્વારા સી.આર.પાટીલને એસકોડ કરીને સભાના સ્થળે લઇ જવાશે. લાલપુર ખાતે સ્થાનિક સ્વરાજયની ચુંટણીના પ્રચાર અર્થે ગૌશાળા પાસે ગુજરી બજારવાળા મેદાનમાં ભાજપ દ્વારા યોજાયેલી સભાને સંબોધન ભાજપ અધ્યક્ષ સંબોધન કરશે. તેમ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરાના નેતૃત્વ હેઠળ ભાજપની ટીમ જહેમત ઉઠાવી રહી છે.


Loading...
Advertisement