પડાણા ગામે ખાનગી કંપનીના ટાવરમાં ચોરી કરવાના ઇરાદે તોડફોડ

25 February 2021 03:15 PM
Jamnagar
  • પડાણા ગામે ખાનગી કંપનીના ટાવરમાં ચોરી કરવાના ઇરાદે તોડફોડ

જામનગર તા.25: જામનગર નજીકના ખંભાળિયા રોડ પર આવેલા પડાણા ગામે ખાનગી મોબાઇલ કંપનીના ટાવરમાં ચોરીના ઇરાદે ઘુસેલા શખ્સોએ રૂા.3.80 લાખની નુકશાની પહોંચાડયાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઇ છે. જામનગર જિલ્લાના લાલપુર પંથકના મેઘપર પડાણા ગામે ગત તા.23-2ના રોજ રાત્રે પોણા બારેક વાગ્યાના સુમારે મિલેનીયમ હોટલની અગાસી પર ફીટ કરવામાં આવેલ ખાનગી કંપનીના મોબાઇલ ટાવરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલા સંજય કાળુભાઇ સોલંકી, શનિ મુકેશભાઇ બાબુભાઇ સોલંકી અને વિપુલ તુલસીભાઇ ગોહિલ નામના ત્રણ શખ્સોએ કોપર વાયર, એલ્યુમીનીયર વાયર, ફાઇબર વાયર તોડફોડ કરી રૂા.3.80 લાખની નુકશાની પહોંચાડી હતી. આ બનાવ અંગે મેઘપર પીએસઆઇ કે.આર.સીસોદીયા સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement