જામનગર તા.25:
જામનગરમાં પટેલ કોલોની 9 વિસ્તારમાં ગઇકાલે રાત્રે આઠેક વાગ્યે ત્રણ નામીચા શખ્સોએ એક યુવાન પર તલવાર વડે હુમલો કરી માર માર્યો હોવાની પોલીસે દફતરે ફરિયાદ નોંધાઇ છે. ઘાયલ યુવાનના મિત્ર સાથે અગાઉ થયેલી બોલચાલી કારણભૂત હોવાનું ફરિયાદમાં જાહેર થયું હતું. પોલીસે આ પ્રકારની તપાસ હાથ ધરી છે. જામનાગરમાં ગઇકાલે રાત્રે આઠેક વાગ્યે પટેલ કોલોની 9માં ખોડીયાર પાન પાસે મયુરસિંહ ભરતસિંહ જેઠવા નામના યુવાન પર દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન, હર્ષ ઉર્ફે ટકો અને શિવો કપટા નામના ત્રણ શખ્સોેએ ગઇકાલે તલવાર વડે હુમલો કર્યો હતો. જેમાં મયુરસિંહને જમણા હાથની હથેડીમાં ઇજા પહોંચી હતી. તલવાર ઉપરાંત આરોપીઓએ યુવાનને ઢીકા-પાટુનો પણ માર્યો હતો. આ બનાવ અંગે મયુરસિંહએ ત્રણેય આરોપીઓ સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 323, 324, 504, 506(2) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઘાયલ યુવાનના મિત્ર સાથે અગાઉ ત્રણેય નામીચા શખ્સોએ બોલાચાલી કરી હતી. આ બોલાચાલીના મનદુ:ખને લઇને હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ પ્રકરણ અંગે આગળની કાર્યવાહી શરૂ કરી છ.