દેશમાં અનાજ-કઠોળનું વિક્રમી 3033 લાખ ટનનું ઉત્પાદન થશે

25 February 2021 03:11 PM
Ahmedabad Gujarat
  • દેશમાં અનાજ-કઠોળનું વિક્રમી 3033 લાખ ટનનું ઉત્પાદન થશે

અમદાવાદ તા.25
દેશમાં ચાલુ વર્ષે કોરોના સંકટ હોવા છત્તા મુખ્ય ખેતપેદાશોનું વિક્રમી ઉત્પાદન થવાનો અંદાજ છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા આજે ચાલુ સીઝન વર્ષનો બીજો આગોતરો અંદાજ અને રવી પાકોનો પહેલો આગોતરો અંદાજ જાહેર કરવામાં આવ્યો હતો.

જે મુજબ દેશમાં અનાજ-કઠોળનું ચાલુ વર્ષે વિક્રમી 3000 લાખ ટન ઉપર ઉત્પાદન થવાનો અંદાજ છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયનાં અંદાજ પ્રમાણે દેશમાં ચાલુ વર્ષે અનાજ-કઠોળનું મળીને કુલ 3033 લાખ ટનનું ઉત્પાદન થવાનો અંદાજ છે, જે ગત વર્ષના ચોથા આગોતરા અંદાજ મુજબ 2966.પ લાખ ટનનું ઉત્પાદન થયું હતું. દેશમાં ઘંઉનું ઉત્પાદન સરકારી અંદાજ મુજબ 1092 લાખ ટન થવાનો અંદાજ છે. જે ગયત વર્ષે 1076 લાખ ટન થયુ હતું.

ઘંઉનાં રિસર્ચ કેન્દ્ર દ્વારા 1150 લાખ ટનનાં અંદાજ સામે ઉત્પાદન ઓછુ થવાનો અંદાજ છે. જો કે વેપારીઓ હજી પણ નીચો અંદાજ મુકે છે. દેશમાં મુખ્ય રવિ પાક એવા ચણાનું ઉત્પાદન ઓલટાઇમ હાઇ 116 લાખ ટન થવાનો અંદાજ છે. જે ગત વર્ષે 113.5 લાખ ટન થયુ હતું. એ જ રીતે રાયડાનું ઉત્પાદન પણ 104.3 લાખ ટન થશે, જે ગત વર્ષે 91.16 લાખ ટનમાં થયુ હતું.

તુવેરનો પાક સરકારનાં મતે 38.8 લાખ ટન થવાનો અંદાજ છે, જે ગત વર્ષનાં ચોથા આગોતરા અંદાજ પ્રમાણે 38.30 લાખ ટન થશે. જો કે વેપારીઓ 32 થી 34 લાખ ટન વચ્ચે જ તુવેર પાકે તેવો અંદાજ મુકે છે. મગફળીનું ઉત્પાદન વિક્રમી 101.5 લાખ ટન થશે, જે ભારતનાં ઇતિહાસનું અતયાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન છે. ગત વર્ષે 100 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. ખાસ કરીને ગુજરાતમાં ઉત્પાદન વધવાને કારણે કુલ ઉત્પાદન વઘ્યું હોવાનું સરકારનું માનવું છે. (ગત વર્ષનો અંદાજ ચોથો આગોતરો અંદાજ છે)


Related News

Loading...
Advertisement