મોરબી એસટીના કર્મચારીઓએ રામમંદિર નિર્માણમાં નિધિનું સમર્પણ કર્યું

25 February 2021 02:39 PM
Morbi
  • મોરબી એસટીના કર્મચારીઓએ રામમંદિર નિર્માણમાં નિધિનું સમર્પણ કર્યું

મોરબી જીલ્લામાં રામમંદિર નિર્માણ માટે નિધિ એકત્રિત કરવા અભિયાન ચાલી રહ્યું છે જેમાં તમામ લોકો સહકાર આપી રહયા છે ત્યારે મોરબી એસ.ટી. ડેપોના કર્મચારીઓ દ્વારા પણ રામમંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ કરવામાં આવી છે જેમાં 51111 રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થાને અર્પણ કરવામાં આવેલ છે આ પ્રસંગે એસ.ટી. ડેપો કર્મચારી મંડળના પ્રમુખ ડી.એન. ઝાલા, રાજેશભાઈ બોપલીયા, રાજેશભાઈ ચાવડા, નરેન્દ્રસિંહ જાડેજા, ધવલભાઈ, વિક્રમભાઈ વીરડા હાજર રહ્યા હતા અને રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થાના જિલ્લા સંયોજક રામનારાયણ દવે તેમજ સુરેશભાઈ સોરીયાને ચેક આપવામાં આવ્યો હતો.


Loading...
Advertisement