મોરબી તા.25
હળવદ તાલુકાના જુના દેવાળીયા ગામ પાસેથી ગેરકાયદેસર બંદુક સાથે મોરબી જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે એક શખ્સની ધરપકડ કરેલ છે. મોરબી જીલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જળવાઇ રહે તેમજ ચૂંટણી દરમિયાન શાંતિમય વાતાવરણ જળવાઇ રહે તે માટે એસપીએ જરૂરી સૂચના આપી છે જેથી કરીને મોરબી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પ્રયત્નશીલ છે ત્યારે ધર્મેન્દ્રભાઇ વાઘડિયા તથા યોગેશદાન ગઢવીને મળેલ સંયુક્ત બાતમી આધારે હળવદ તાલુકાના જુના દેવાળીયા મોતીપરા પાણીના ટાંકા પાસેથી આરોપી મહેશભાઇ ઉર્ફે મુન્નો અમરશીભાઇ મકવાણા જાતે અનુ.જાતિ ઉ.વ .25 ધંધો રિક્ષા ડ્રાઇવીંગ રહે. નવા દેવળીયા, કોળીવાસ, મસાણ છાપરીની બાજુમાં હળવદ વાળાની દેશી બનાવટની જામગરી એક બંદુક સાથે ઝડપાયેલ છે આ કામગીરી રણજીતભાઇ બાવડા, કિશોરભાઇ મકવાણા, રસિકભાઇ કડીવાર, ધર્મેન્દ્રભાઇ વાધડિયા, સતિષભાઇ ગરચર અને યોગેશદાન ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.