મોરબીના બંધુનગરમાં બાઇક સ્લીપ થતાં યુવાન ઘવાયો

25 February 2021 02:37 PM
Morbi
  • મોરબીના બંધુનગરમાં બાઇક સ્લીપ થતાં યુવાન ઘવાયો

મોરબી તા.25
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામની પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક સ્લીપ ખાઈ જવાથી વાંકાનેરના રહેવાસી યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી બાદ વધુ સારવાર અર્થે વાંકાનેર ખસેડાયો છે.

મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે વાંકાનેરમાં રહેતો જયદેવ ચીકુભાઈ દાલુ નામનો 25 વર્ષીય યુવાન મોરબી-વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર ગામ પાસેના ઇટાલિકા સીરામીક પાસેથી તેનું બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જે અકસ્માત બનાવવામાં ઈજાગ્રસ્ત થયેલા જયદેવભાઈને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો

અહીં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.આર.ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી. જ્યારે મોરબીના જેતપર-બેલા રોડ ઉપર આવેલ વેન્ટોક્ષ સિરામિક નામના યુનિટ નજીક બાઇક સ્લીપ થઇ જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઘવાયેલ સાદિકભાઇ સમીરભાઈ બાન નામના 34 વર્ષીય યુવાનને ઇજાઓ થવાથી તેને ડો.હેમલ પટેલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

મહિલા સારવારમાં
મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ મસાલની વાડીમાં રહેતા દયાબેન ભરતભાઈ કંજારીયા નામની 40 વર્ષીય મહિલાને વાહન અકસ્માતના બનાવોમાં ઈજા થતા તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવામાં આવી હતી

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દયાબેન કંજારીયા શાકની લારી ચલાવવાનું કામકાજ કરતા હોય શાકની લારી લઈને કંડલા બાયપાસ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેથી જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને કોઈ સ્કૂલની બસના ચાલકે હડફેટે લીધા હતા જે બનાવમાં ઘવાયેલા દયાબેન કંજારીયાને ક્રિષ્ના હોસ્પિટલ સારવારમાં ખસેડાયા છે.


Loading...
Advertisement