સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી : મતદાતાઓને રીઝવવા પ્રયાસો

25 February 2021 02:23 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી : મતદાતાઓને રીઝવવા પ્રયાસો
  • સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી : મતદાતાઓને રીઝવવા પ્રયાસો

ઉમેદવારો દ્વારા ભજીયા દારૂ અને જરૂરિયાત ધરાવતી વસ્તુઓ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું : સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ દ્વારા 28મી ફેબ્રુઆરીના દિવસે નિસ્પક્ષ અને સારા ઉમેદવારને મત આપવા આગેવાનોની અપીલ

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા.25
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 28મી ફેબ્રુઆરીના દિવસે સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા અને લીમડી ધાંગધ્રા સહિતની નગર પાલિકાની ચૂંટણી યોજાવા જઇ રહી છે આ ઉપરાંત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ 28મી ફેબ્રુઆરીના દિવસે યોજાવા જઇ રહી છે ત્યારે હાલમાં પ્રચાર અને પ્રસારનો દોર ઉમેદવારો દ્વારા શરુ કરી દેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા માં કોંગ્રેસ-ભાજપ આમ આદમી પાર્ટી એનસીપી અને અન્ય ઉમેદવારો મેદાને છે ત્યારે હાલમાં ઉમેદવારો દ્વારા મતદાતાઓને રીઝવવા અને મત લેવા માટે અનેક પ્રકારના નુસખાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે.


પાંચ વર્ષ સત્તા જાળવી રાખવા અને સત્તા ઉપર બેસવા માટે ઠેરઠેર જગ્યા ઉપર ઉમેદવારો દ્વારા કાર્યાલયો ખોલી અને રાત્રી દરમ્યાન નાસ્તો ભજીયા દારૂ નું વેચાણ કરવામાં આવતી હોવાની રાવ ફરીયાદ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ચૂંટણીમાં ઊભી થવા પામી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે 28મી ફેબ્રુઆરીના દિવસે નિસ્પક્ષ નીડર રીતે મતદાન કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે પાંચ દિવસ ભજીયા દારૂ લઇ અન્ય સોગાતો લઇને મત ખરીદનારાઓ સામે જિલ્લા પ્રશાસન ક્યારે આંખ લાલ કરશે તે એક પ્રકારે સવાલ ઉદભવ્યો છે.


28મી ફેબ્રુઆરીના દિવસે યોજાવા જઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાતાઓને રીઝવવા જવા માટે જિલ્લામાં ઠેર ઠેર જગ્યા ઉપર કોંગ્રેસ-ભાજપ અન્ય પક્ષો દ્વારા કાર્યાલયો ખોલવામાં આવ્યા છે અને મોડી રાત્રે ભજીયા દારૂ અને અન્ય ભેટ સોગાદો મતદાતાઓને વિતરણ કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે આગામી 28મી ફેબ્રુઆરીના દિવસે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાતાઓ કામ કર્યા અને શહેરી વિસ્તારનો વિકાસ કરે તેવા ઉમેદવારોને મત આપવા માટે જિલ્લાના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.


મતદાતાઓને રીઝવવા માટે દારૂ ભજીયા રેશન કીટ સ્પોર્ટ કીટનું વિતરણ
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર પ્રસારનો તમામ પાર્ટીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ત્યારે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો દ્વારા પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ઠેરઠેર જગ્યા ઉપર કાર્યાલયો ખોલી દારૂ ભજીયા નાસ્તા સ્પોર્ટ કેડ બેટ દડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે તે છતા પણ જિલ્લા પ્રશાસન વિભાગે આ બાબતે કોઈપણ જાતના પગલાં ભરી રહ્યું નથી અને ઉમેદવારો જે કરી રહ્યા છે જે કરવા દઈ રહ્યા છે.ત્યારે પાંચ વર્ષ સુધી સત્તા રહેવા માટે તમામ પાર્ટીઓ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે

મતદાતાઓને ખરીદવા માટે અને પોતાની પાર્ટીમાં મત આપવા માટે વિવિધ પ્રકારના નુસખાઓ ઉમેદવારો દ્વારા શરુ કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને મોડી રાત્રે દારૂની મહેફિલો પણ કાર્યાલયો ખાતે થતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના આગેવાનો દ્વારા પોતાના મત વેચ્યા વગર નીડર અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.બીજી તરફ શહેરી વિસ્તારનો વિકાસ કરે તેવા ઉમેદવારોને મત આપવા પણ અપીલ કરવામાં આવી રહી છે નહીં કે પાંચ વર્ષ જીત્યા બાદ નગરપાલિકામાંથી આવતી ગ્રાન્ટો પોતાના ઘર ભેગી કરે તેવા ઉમેદવારોને મત ન આપવા આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.


Loading...
Advertisement