સુરેન્દ્રનગર જિલ્લાના 1,642 મતદારોએ ઈ-એપિકનો લાભ લીધો

25 February 2021 02:22 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લાના 1,642 મતદારોએ ઈ-એપિકનો લાભ લીધો

જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કે. રાજેશ દ્વારા ઈ-એપિક કાર્ડનો મહત્તમ લાભ લેવા મતદારોને અનુરોધ

વઢવાણ, તા.25
ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોન્ચ કરવામાં આવેલા ઈ-એપિક એપ્લિકેશન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના યુનિક મોબાઈલ નંબર ધરાવતા નવા મતદારો તેમના ઈ-એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. જેનો સુરેન્દ્રનગર જિલ્લાના 1,642 મતદારોએ લાભ લીધો છે.

ગત તા.25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે ભારતીય ચૂંટણી પંચ દ્વારા e-EPIC (Electronic- Electoral Photo Identity Card) લોન્ચ કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2021 દરમ્યાન યાદીમાં મોબાઈલ નંબર ધરાવતા નવા નોંધાયેલા મતદારો ઈ-એપિક ડાઉનલોડ કરી શકે છે.

આ ઈલેક્ટ્રોનિક ચૂંટણી કાર્ડને ડાઉનલોડ કરીને ડિજિટલી સાચવી શકાય છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના 60-દસાડા વિધાનસભા મતવિસ્તારના 664, 61-લીંબડી વિધાનસભા મતવિસ્તારના 342, 62-વઢવાણ વિધાનસભા મતવિસ્તારના 248, 63-ચોટીલા વિધાનસભા મતવિસ્તારના 305 અને 64-ધ્રાંગધ્રા વિધાનસભા મતવિસ્તારના 83 મળી જિલ્લાના કુલ 1,642 મતદારો દ્વારા ઈ-એપિક ડાઉનલોડ કરવામાં આવ્યું છે.

ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે http://nvsp.in/, https://voterportal.eci.gov.in s’p Voter Helpline Mobile App (Android/iOS) એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે. જિલ્લામાં યુનિક મોબાઈલ નંબર ધરાવતા મતદારો પૈકી બાકી રહેલ તમામ મતદારોને ઈ-એપિક ડાઉનલોડ કરી તેનો લાભ લેવા અને જિલ્લાની તમામ મામલતદાર કચેરીએ કાર્યરત e-EPIC HELP DESK વ્યવસ્થાનો મહત્તમ લાભ લેવા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે. રાજેશ દ્વારા અનુરોધ કરાયો છે.

સુરેન્દ્રનગર દુઘરેજ વઢવાણ ન.પા. સામાન્ય ચૂંટણી અન્વયે જાણકારી તથા ફરિયાદ માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે
સુરેન્દ્રનગર દુઘરેજ વઢવાણ નગરપાલિકા સામાન્ય ચૂંટણી-2021 તા.28-0ર-ર0ર1 ના રોજ યોજાનાર છે. ચૂંટણી સબંધે કોઇપણ પ્રકારની જાણકારી મેળવવી હોય અથવા તો ચૂંટણી સબંઘે કોઇપણ ફરીયાદ હોય તો સુરેન્દ્રનગર દુઘરેજ વઢવાણ નગરપાલિકા સામાન્ય ચુંટણી-2021 અંગેનો કંન્ટ્રોલ રૂમ એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર ખાતે તા.28-0રના રોજ કાર્યરત કરવામાં આવશે. આ કંન્ટ્રોલ રૂમનો ટેલીફોન નંબર 0ર7પર-રર1123 રાખવામાં આવેલ છે.


Loading...
Advertisement