વઢવાણ, તા.25
સુરેન્દ્રનગર શહેરના નવકાર સાપ્તાહિક ના તંત્રી રાજેશભાઈ શાહ નો આજે જન્મદિવસ છે. ઓગણ સાઈઠ વર્ષ પૂર્ણ કરી અને આજે સાઈટમાં વર્ષમાં મંગલ પ્રવેશ પરિવારજનો દ્વારા તેમનું જીવન નીરોગી રહેએ માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને સમાજ સેવા કરતા રહે તેવી ઇશ્વર પાસે વહેલી સવારે પ્રાર્થના કરવામાં આવી હતી.રાજકીય સામાજિક તેમજ વેપારી મિત્રો પત્રકાર મિત્રો સહિતનાઓ દ્વારા શુભકામના નો વરસાદ વરસી રહ્યો છે સુરેન્દ્રનગર શહેરમાં લોક પ્રશ્નોને વાચા આપવામાં અને ચમરબંધીને પણ શરમ રાખ્યા વગર નાના-મોટા સૌને ધન્યતા આપતા સુરેન્દ્રનગર શહેરના નવકાર સાપ્તાહિકના તંત્રી રાજેશભાઈ શાહનું આજે જન્મદિવસ છે ત્યારે પરિવારમાં ખુશીની લહેર છવાઇ જવા પામી છે ત્યારે આજે રાજેશભાઈ શાહ પોતાના જીવનમાં 59 વર્ષ પૂર્ણ કરી અને 60માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આજે પરિવારમાં પત્ની હર્ષાબેન તેમજ પુત્રવધુ કૃતિ બેન તેમજ પુત્ર રચિત શાહ તેમજ પુત્રી રચનાબેન જમાઈ જય કુમાર તેમજ રચિતભાઈના બે પુત્ર વિવાહ અને ધ્યાન સહિતના પરિવારજનોએ રાજેશભાઈ ના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી અને સદાય લોકસેવાના કાર્યકર્તા રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી કરી હતી ત્યારે આજે તેમના જન્મદિવસ રે રાજકીય ક્ષેત્રમાંથી તેમજ વ્યાપારી મિત્રો સગા સ્નેહીજનો તેમ જ પત્રકાર મિત્રો તરફથી શુભકામના નો વરસાદ વરસી રહ્યો છે.