રાજકોટ, તા. 25
ઉપલેટાના કાદી વિસ્તારમાં પાણી પુરીવાળાને ઠપકો આપતા યુવાનને ત્યાં ઉભેલા અન્ય શખ્સે ઉપરાણુ લઇ છરીથી હુમલો કર્યો હતો. આ અંગે ઉપલેટા પોલીસે કાર્યવાહી કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ઉપલેટાના કાદી વિસ્તારમાં રહેતા અશોકભાઇ પીઠાભાઇ ચુડાસમા (કોળી) (ઉ.વ.40) નામના યુવાને ઇરફાન ગુલામભાઇ મિયાણા સામે પોલસમાં ફરીયાદ નોંધાઇ છે. અશોકભાઇએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, હું ડ્રાઇવીંગનો ધંધો કરૂ છું કે હું મારા વિસ્તારમાં આવેલા પાણી પુરીની લારી ધરાવતા યુવાનને જણાવ્યું હતું કે, બાળકોને બાકીમાં પાણીપુરી આપતો નહીં જેથી તે બાબતે ઠપકો આપી બોલાચાલી થતી હતી તે દરમિયાન ઇરફાન મિયાણાએ કહ્યું કે તુ પાણીપુરીવાળા સાથે કેમ લપ કરે છે ? તેમ કહી ગાળો આપી પોતાના નેફામાંથી છરી કાઢી પગમાં એક ગંભીર ઘા ઝીંકી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જતા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.