પંચાયત-પાલિકા ચૂંટણીમાં પણ ભાજપ તરફી સુનામી સર્જાશે: વિજય રૂપાણી

25 February 2021 12:47 PM
Rajkot Gujarat
  • પંચાયત-પાલિકા ચૂંટણીમાં પણ ભાજપ તરફી સુનામી સર્જાશે: વિજય રૂપાણી
  • પંચાયત-પાલિકા ચૂંટણીમાં પણ ભાજપ તરફી સુનામી સર્જાશે: વિજય રૂપાણી
  • પંચાયત-પાલિકા ચૂંટણીમાં પણ ભાજપ તરફી સુનામી સર્જાશે: વિજય રૂપાણી
  • પંચાયત-પાલિકા ચૂંટણીમાં પણ ભાજપ તરફી સુનામી સર્જાશે: વિજય રૂપાણી
  • પંચાયત-પાલિકા ચૂંટણીમાં પણ ભાજપ તરફી સુનામી સર્જાશે: વિજય રૂપાણી
  • પંચાયત-પાલિકા ચૂંટણીમાં પણ ભાજપ તરફી સુનામી સર્જાશે: વિજય રૂપાણી

પ્રજા કોંગ્રેસને હવે વિપક્ષને લાયક પણ સમજતી નથી: મુખ્યમંત્રી:આ વિકાસની રાજનીતિનો અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો વિજય છે: ગુજરાતને માંગ્યુ મળે છે: આપણે વિકાસ યાત્રાને આગળ ધપાવવાની છે:કોંગ્રેસ પ્રજાને મુરખ બનાવે છે તેથી લોકો આ પક્ષથી વિમુખ: રાજકોટમાં માંડ ચાર બેઠક અને સુરતમાં તો ખાતું જ ખુલ્યુ નથી:આ ભાજપના સંગઠન-કાર્યકર્તાઓનો વિજય પણ આપણી જવાબદારી હવે વધી છે: પ્રજા ભાજપ પાસે જ આશા રાખે છે: રાજકોટમાં વિરાટ વિજય સભાને સંબોધન

રાજકોટ: ગુજરાતમાં મહાપાલિકાના જાહેર થયેલા પરિણામો અને ભાજપના પ્રચંડ વિજયને વધાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ફરી એક વખત ગુજરાતમાં એન્ટીબોડી ઈન્કમબન્સી જેવું ફેકટર કેમ લાગુ પડતુ નથી તે અંગે અભ્યાસ કરવા રાજકીય વિશ્ર્લેષકોને અનુરોધ કરવાની સાથે જણાવ્યું હતું કે આ વિકાસના રાજકારણના કારણે જ ગુજરાતની જનતા છેલ્લા 45 વર્ષથી રાજકોટ જેવા મહાનગરોમાં અને સમગ્ર ગુજરાતમાં ભાજપને મત આપી રહી છે પણ આ પ્રચંડ વિજય સાથે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી વધી જાય છે.


હોમ-સીટી રાજકોટ મહાપાલિકામાં ભાજપે 72માંથી 68 બેઠકો પરના પ્રચંડ વિજયને વધાવવા ગઈકાલે રાજકોટ પહોંચેલા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ બહુમાળી ભવન ચોકમાં પક્ષના વિરાટ વિજય સંમેલનને સંબોધન કર્યુ હતું અને કહ્યું કે મતગણતરીના પ્રથમ કલાકો સુધી તો કોંગ્રેસનું ખાતું પણ ખુલે નહી તેવી સ્થિતિ હતી. એક બાદ એક વોર્ડ ખુલતા જતા હતા અને ભાજપ પેનલ-ટુ-પેનલ હજારો મતોએ જીતતી હતી. આખરે વોર્ડ નં.15 એ કોંગ્રેસ પર દયા આવી અને તેની આબરૂ બંધ મુઠ્ઠીમાં રહી જાય તેવી ચાર બેઠકો આપી છે. શ્રી રૂપાણીએ કહ્યું કે સુરતમાં તો કોંગ્રેસ સાફ થઈ ગઈ છે અને એક પણ બેઠક મળી નથી તો ભાવનગર-જામનગર જેવા મહાનગરોમાં ચાર-છ બેઠકો મળી છે પણ આ એક સુનામી હતી.

શ્રી રૂપાણીએ કહ્યું કે આગામી દિવસોમાં જીલ્લા અને તાલુકા પંચાયતો અને નગરપાલીકાઓમાં પણ મહાપાલિકા જેવી જ સુનામી સર્જાશે અને ભાજપનો વિજય થયો. શ્રી રૂપાણીએ એ સમય યાદ કર્યો જયારે 1975માં રાજકોટમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ અને ભાજપને વિજય સાથે સ્વ. અરવિંદભાઈ મણીયાર પ્રથમ ચુંટાયેલા મેયર બન્યા હતા અને તે બાદ ભાજપે તેની વિજયયાત્રા શરુ કરી હતી. શ્રી રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ જનતાને મુશ્કેલ બનાવે છે. પ્રજાની વચ્ચે રહેનાર પક્ષને જ પ્રજા સ્વીકારે છે. રાજકોટની જનતાએ એક વખત (2000)માં કોંગ્રેસને તક આપી હતી પણ શાસન જોયા બાદ કદી બીજી તક આપી નથી.


જયારે ભાજપને સતત મત આપે છે. કારણ કે આપણે વિકાસની રાજનીતિ કરીએ છીએ.શ્રી રૂપાણીએ કહ્યું કે ગુજરાત માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માંગ્યા કરતા વધુ આપે છે. અમારે કદી દિલ્હી જવું પડતું નથી. કોંગ્રેસના શાસનમાં ગુજરાતના મુખ્યમંત્રીઓ દિવસો સુધી દિલ્હી પડયા પાથર્યા રહેતા હતા છતા કઈ મળતુ નથી. અમો તે ફોન પર માંગ્યા કરતા અનેક ગણું મળે છે. શ્રી રૂપાણીએ આ પ્રચંડ વિજય બદલ રાજકોટની જનતાનું નત-મસ્તક અભિવાદન કર્યુ હતું અને જણાવ્યું કે આપણા માટે દેશહિતથી કશું વધુ નથી. વિકાસની રાજનીતિ નરેન્દ્રભાઈનું નેતૃત્વવથી ભાજપ એક વિશ્ર્વાસ કરી શકાય તેવા પક્ષ તરીકે ઉપસી આવ્યો છે.


શ્રી રૂપાણીએ ખાતરી આપી હતી કે ભાજપને વિજેતા બતાવનાર ગુજરાતની જનતાનો એકપણ મત એળે જવા દેશું નહી. તેઓએ છેલ્લા ચાર વર્ષમાં રાજકોટને એઈમ્સથી લઈને રાજયમાં બુલેટ ટ્રેન રેલ્વે યુનિ નર્મદા બંધની ઉંચાઈનું કામ પુરુ કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતની દિલ્હી સરકારે આપેલી ભેટ યાદ કરાવીને હજુ ગુજરાત માટે ઘણું કરવાનું છે તેવો સંકલ્પ કર્યો હતો.ગઈકાલની આ સભાએ મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજય ભાજપના અગ્રણી શ્રી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશ મીરાણી તથા સૌરાષ્ટ્ર-કચ્છ મીડીયા ઈન્ચાર્જ શ્રી રાજુભાઈ ધ્રુવ સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી જયોતીન્દ્ર મહેતા રાજકોટના ત્રણ ધારાસભ્યો તથા કોર્પો.ના નવા ચુંટાયેલા કોર્પોરેટર પણ હાજર હતા.

મુખ્યમંત્રીના ચાબખા અને કટાક્ષ
* રાજકોટ મહાનગરપાલિકાના પરિણામોમાં બુકીઓ પણ ખોટા પડયા છે જયારે રાજકોટના 40-45 બેઠકો આપતા હતા અને અનેકે તેના પર દાવ લગાવ્યો હતો. જેઓએ પૈસા ગુમાવ્યા છે. આ તબકકે મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીનું નામ લઈને હાસ્ય ફેલાયુ હતું.
* વિજયભાઈએ કહ્યું કે મોદી અને ભાજપની લહેર છે અને પ્રજા આપણા કરતા એક ડગલુ આગળ છે તેથી આપણી જવાબદારી વધી જાય છે.
* રૂપાણીના ટાર્ગેટ પર કોંગ્રેસ હતી અને કહ્યું હતું કે પરાજય બાદ રાજીનામાના નાટક શરુ થયા છે. કોંગ્રેસ પ્રજાને મુરખ બનાવે છે. જો કે તેઓએ આમ આદમી પાર્ટીનું નામ લેવાનું ટાળ્યું હતું.
* શ્રી રૂપાણીએ કહ્યું કે ભાજપના કાર્યકર્તા મુઠ્ઠી ઉચેરો છે. ચૂંટણીમાં ટિકીટ મળી, ન મળી, મોવડીમંડળે કદર કરી કે ન કરી તે બધું ભુલી જઈને ચૂંટણીને પોતાની માથે લઈને પક્ષને વિજય અપાવ્યો છે. તો આ તકે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ અભિનંદન આપ્યા હતા.
* મુખ્યમંત્રીએ જણાવ્યું કે 64 બેઠકો સુધી તો કોંગ્રેસનું ખાતુ ખુલશે કે કેમ તે પ્રશ્ર્ન હતો અંતે જનતાને કોંગ્રેસ પર દયા આવી અને વશરામના વોર્ડમાં વિજય અપાવ્યો હતો.
* મુખ્યમંત્રીએ તેમના પ્રવચનમાં અરવિંદભાઈ મણીયારથી લઈ વજુભાઈ વાળાને યાદ કર્યા હતા.

રાજકોટ આવવા માટે મન ખેચાતુ હતું: વિજય રૂપાણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે રાજકોટમાં વિરાટ વિજય સભાને સંબોધન કરતા કહ્યું કે કાલે જેમ જેમ પરિણામો જાહેર થયા પછી હું વિજયને વધાવવા તાતકાલીક રાજકોટ આવવા માંગતો હતો પણ મારો અન્ય કાર્યક્રમ નિશ્ચિત હતો તેથી હાલ આવ્યો છું અને મારું મન જલ્દી રાજકોટ પહોંચી જવા ખેંચાતુ હતું.

ઈવીએમનો વાંક કાઢનાર કોંગ્રેસના જીતેલા નેતાઓ જુદી વાત કરે છે: ધનસુખ ભંડેરી
ગઈકાલે વિરાટ વિજય સભામાં સંબોધન કરતા મ્યુ. ફાયનાન્સ બોર્ડના વડા શ્રી ધનસુખભાઈ ભંડેરીએ ભાજપની વિકાસ ગાથાની વાત કરતા સમયે રાજકોટ જ નહી સમગ્ર રાજય માટે ભાજપની સરકારોએ કરેલી કામગીરીની ગાથા રજૂ કરી અને ટેકાના ભાવ સહિતની વ્યવસ્થાથી ખેડૂતો કમાતો થયો છે તેવું જણાવીને એવા કટક્ષ કર્યો કે હું આ પરિણામો બાદ કોંગ્રેસના નેતાઓના બાઈટ જોતો હતો જેમાં તેઓ ઈવીએમને દોષ દેતા હતા પણ વોર્ડ ન.15માં કોંગ્રેસની પેનલ જીતી તેમાં વશરામભાઈએ કબુલ્યુ હતું કે અમો આ જ ઈવીએમને કારણે જીત્યા છે. આમ કોંગ્રેસને તેના આક્ષેપોનો જવાબ કોંગ્રેસે જ આપી દીધો છે.

પાઈપલાઈનમાંથી હવા નિકળશે તેમ કહેનાર કોંગ્રેસની જ હવા નીકળી ગઈ: ગોવિંદભાઈ પટેલ
ગઈકાલે ભાજપની વિજય વિરાટ રેલીને સંબોધન કરતા રાજકોટના ધારાસભ્યો શ્રી ગોવિંદભાઈ પટેલે કહ્યું હતું કે રાજકોટની પાણી સમસ્યા ચાલતી હતી તે સમયે કેશુભાઈ સરકારે મહી પરિયોજના અમલમાં મુકી અને પાણી પહોંચાડવા માટે વિશાળ પાઈપલાઈન બીછાવી હતી. આ સમયે વિપક્ષના નેતા અમરસીભાઈ ચૌધરીએ પાઈપમાં ઉભા રહીને એવો કટાક્ષ કર્યો હતો કે આ પાઈપમાંથી પાણી નહી હવા નીકળશે પણ યોજના પુરુ થઈ પાણી આવ્યું અને આજે કોંગ્રેસની હવા નીકળી ગઈ છે.

મતદારો સમક્ષ મુખ્યમંત્રી નતમસ્તક: ગઈકાલે રાજકોટમાં વિરાટ વિજય સભાને સંબોધવા આવેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મંચ પર આવતા જ રાજકોટના મતદારોનો આભાર માનતા મસ્તક ઝુકાવ્યુ હતું અને કહ્યું હતું કે અમારી કલ્પના કરતા પણ વધુ સારો વિજય મળ્યો છે અને તે બદલ હું રાજકોટના મતદારોને વંદન કરુ છું. શ્રી રૂપાણીએ તેમના પ્રવચનમાં વિકાસની વાતો કરી હતી અને કોંગ્રેસને ખુલ્લી પાડીને મતદારોને આપણા કરતા પણ આગળ છે અને તેથી જ ભાજપને મત આપ્યો છે તેવું જણાવ્યું હતું. (તસ્વીર: દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement