ભેંસાણ યાર્ડમાં નવા ઘંઉની આવક

25 February 2021 12:31 PM
Junagadh
  • ભેંસાણ યાર્ડમાં નવા ઘંઉની આવક

જૂનાગઢ તા.25
સોરઠ પંથકમાં ઘઉંની સીઝન આવી ગઇ છે ત્યારે ભેંસાણ યાર્ડમાં નવા ઘઉંની આવકના શ્રીગણેશ થઈ ગયા છે અને આંખો ઠરે એવું દ્રશય ભેંસાણ માર્કેટીંગ યાર્ડમાં જોવા મળી રહ્યું છે. આ વર્ષે ઘઉંનું બમ્પર ઉત્પાદન થવાની શકયતા અગાઉથી જ વ્યકત થઇ રહી છે. ત્યારે ધીરે ધીરે હવે નવા ઘઉંની આવક શરૂ થતા લોકવાન અને ટુકડાનો ક્વોલિટી પ્રમાણે 310 થી 410 ભાવ બોલાઇ રહીયો છે, બીજી બાજુ ખેડૂતો ઘઉંના ટેકાનાં ભાવ પર મીટ માંડીને બેઠા છે.
ભેંસાણના માર્કેટીંગ યાર્ડમાં શિયાળુ પાકના રાજા ગણાતા ઘઉં આવવાની શરૂઆત થઇ ગઇ છે. હાલ તેની આવક કાચબા ગતિનીએ થઈ રહી છે પરંતુ આગામી દિવસોમાં આવકમાં પણ સારો એવો વધારો થવાની સંભાવના રહેલી છે. ભેંસાણ યાર્ડમાં લોકવન અને ટુકડા બન્ને પ્રકારની આવક થતાં વેપારીઓ દ્વારા ધઉંની ખરીદી કરવાની શરૂઆત પણ કરી દેવાઈ છે.
વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ઘઉંનું બમ્પર ઉત્પાદન થવાની શક્યતાઓ વચ્ચે આગામી દિવસોમાં આવકમાં પણ સારો એવો વધારો થવાની સંભાવના છે. ઘઉંના સરેરાશ ભાવ તેની ક્વોલિટી મુજબ મણદીઠ રૂ. 310 થી રૂ. 410 રહ્યા છે. સોરઠભરના યાર્ડો આગામી દિવસોમાં ધમધમી ઉઠશે.


Loading...
Advertisement