જૂનાગઢ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળ મીડિયા સેલના ક્ધવીનર તરીકે વરણી

25 February 2021 12:26 PM
Junagadh
  • જૂનાગઢ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળ
મીડિયા સેલના ક્ધવીનર તરીકે વરણી

જૂનાગઢ તા.25
જુનાગઢ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળના મીડિયા સેલના ક્ધવીનર તરીકે નિમણૂક થતાં બ્રહ્મ અગ્રણીઓ દ્વારા દર્શન જોશીને શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
જુનાગઢમાં બ્રહ્મ સમાજ માટે અનેકવિધ કાર્યોની સાથે સમૂહ લગ્ન અને સમૂહ જનોઈ જેવા ભવ્યાતિ ભવ્ય સમાજ લક્ષી કાર્યો કરતી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજની યુવા પાંખ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળના મીડિયા સેલના ક્ધવીનર તરીકે જૂનાગઢના યુવા પત્રકાર દર્શન મિલન ભાઈ જોશીની નિમણૂક થતા, ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજના પ્રમુખ અને સમસ્ત બ્રહ્મ સમાજના મહાનગરના પ્રમુખ પ્રફુલભાઈ જોશી, ઉપપ્રમુખ જયદેવભાઇ જોષી, સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ કે. ડી. પંડ્યા, ટ્રસ્ટી હસુભાઈ જોશી, બ્રહ્મ અગ્રણી દાતાર સેવક બટુક બાપુ, મહામંત્રી મહેશભાઈ જોશી, બ્રહ્મ મહિલા અગ્રણી આરતીબેન જોશી ગીતાબેન જોશી, દેવાંગ વ્યાસ, મયુર દવે, પીસી ભટ્ટ, મહેશભાઈ વ્યાસ સહિતના અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


Loading...
Advertisement