મેંદરડાના ખીમપાદર ગામે ખેડૂતનો આપઘાત

25 February 2021 12:25 PM
Junagadh
  • મેંદરડાના ખીમપાદર ગામે ખેડૂતનો આપઘાત

જૂનાગઢ તા.25
આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે મેંદરડાના ખેડૂતે આત્મહત્યા કરી લેતા તેના પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાના ખીટીયાદર ગામે રહેતા દેવાયતભાઇ અરસીભાઇ સખેડ (ઉ.વ.50) નામના પ્રૌઢને ખેતી જમીન ટુંકી હોવાથી આર્થિક પરિસ્થિતિ નબળી થતાં ટેન્શનમાં હતાં.ગઇકાલે દેવાયતભાઇએ પોતાની વાડીએ ઝેરી દવા ગટગટાવી લેતાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. જયાં તેનું મૃત્યુ નિપજતાં એએસઆઇ આર.એમ.સોલંકીએ પીએમ કરાવીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ હેડ કોન્સ્ટેબલ કે.આર.ડાંગર ચલાવી રહ્યા છે.


Loading...
Advertisement