ઉપલેટામાં બાવળના કાંટાની વાડ પાસેથી દૂર જવા મામલે દંપતિ પર લાકડીથી હૂમલા

25 February 2021 12:24 PM
Dhoraji Crime
  • ઉપલેટામાં બાવળના કાંટાની વાડ પાસેથી
દૂર જવા મામલે દંપતિ પર લાકડીથી હૂમલા

દંપતિની પુત્રી કચરો ફેંકવા બહાર નીકળતા બે શખ્સોએ આવીને માથાકુટ કરી

રાજકોટ તા.25
ઉપલેટાના ધર્મશાળા વિસ્તારમાં રહેતા ગંગાબેન પેમાભાઇ સોલંકી (મારવાડી)(ઉ.વ.25)નામના મહિલાએ ફરિયાદમાં તેમના જ ગામના સંજય બાવાજી ઉર્ફે બરેલો અને વિરમભાઈ ગોરીયાના નામ આપ્યા છે.ઉપલેટા પોલીસે મહિલાની ફરિયાદ પરથી તપાસ આદરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,ગંગાબેને જણાવ્યું હતું કે,હું મજુરી કામ કરી મારા કુટુંબનું ગુજરાન ચલાવુ છુ.મારે સંતાનમાં 4 દિકરા તથા એક દિકરી છે જેમાં સૌથી મોટો કલ્પેશભાઇ.કિરણબેન,દેવો,ભરત,ભગીરથ છે ગઈકાલે બપોરના સમયે અમો બધા જમીને બેઠા હતા.અને મારો દિકરો કલ્પેશ બાવળની કાંટમાં કુદરતી હાજતે ગયેલ અને કિરણબેન ઘરની બહાર બાવળની કાંટમાં કચરો નાખવા ગયેલ અને પોતાના ભાઇ ને કે હેલ કે બાવળની કાંટમાં દુર જતો નહી તેમ કહેતા બાવળની કાંટ માંથી બે જણા આવી મારી દિકરી કિરણબેનને કહેવા લાગેલ કે તુ કેમ ઘરની બહાર નીકળી છો તેમ કહેતા છોકરીનો અવાજ સાંભળી હુ ઘરની બહાર નીકળી જેવા આ બન્ને જ હા મને કહેવા લાગેલ કે તુ કેમ અહી આવેલ છો તેમ કહી મને ગાળો બોલવા લાગ્યા હતા.
જેથી બોલવાનો અવાજ સાંભળી જતા મારા પતિ પણ ઘરમાંથી બહાર નિકળી ને પટમાં આવતા તેની સાથે ગાળા ગાળી કરવા લાગેલ જેથી મારા પતિએ ગાળો બોલવાની ના પાડતા સંજય બાવાજી (બરેલો) જેના હાથ માં લાકડી હતી તે મારા પતિને મારવા જતા હુ આડી પડતા લાકડી મને માથાના ભાગે લાગેલ જેથી મને લોહી નીકળતા અને સંજય બરેલાની સાથે બીજો એક જણ વીરમ ગોરીયા હતો તેને મારા ઘરવાળાને મુંઢ માર મારેલ તેમજ ગાળો કાઢેલ હોય અને મને લોહી નીકળતું હોય જેથી આ બન્ને જણા ત્યાંથી જતા રહેલ હતા અને મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે ઉપલેટા પોલીસે ફરિયાદના આધારે તપાસ આદરી છે.


Related News

Loading...
Advertisement