(મિલાપ રૂપારેલ) અમરેલી તા.2પ
અમરેલી શહેરને આગામી પાંચ વર્ષમાં સમગ્ર રાજયમાં મઘ્યમકક્ષાનાં શહેર તરીકે મોડેલ
બનાવવાની ખાત્ર શહેર ભાજપ પરિવારે આપેલ છે.
પાલિકાની 44 બેઠકો માટેની ચૂંટણી આગામી રવિવારે યોજાઈ રહી હોય આજે ભાજપ ઘ્વારા ભભવિઝન ડોકયુમેન્ટ-ર0રપભભની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં ઓપન એર થીયેટર કમ ટેલેન્ટ શો સ્ટેડીયમ, નિયમિત પાણી અને સફાઈ કરાશે, સ્વચ્છ મોડેલ જાહેર શૌચાલય, મહિલાઓ માટે પિંક પોઈન્ટ, જાહેર પ્રતીમાઓની યોગ્ય જાળવણી, વૃક્ષારોપણ, ફન સ્ટ્રીટ સહિતની સુવિધા પાંચ વર્ષમાં કરવાનું વિઝન જાહેર કરવામાં આવેલ છે. શહેર ભાજપ પરિવારે શહેરીજનોને આગામી રવિવારે યોજાનાર મતદાનમાં ભાજપનાં તમામ 44 ઉમેદવારોને વિજેતા બનાવવા અનુરોધ કર્યો છે.