કેશોદ તાલુકા, જિલ્લા પંચાયત તથા ન.પા.ની ચૂંટણીની તૈયારીમાં વહિવટી તંત્ર વ્યસ્ત

25 February 2021 12:13 PM
Veraval Politics
  • કેશોદ તાલુકા, જિલ્લા પંચાયત તથા ન.પા.ની
ચૂંટણીની તૈયારીમાં વહિવટી તંત્ર વ્યસ્ત

(પ્રકાશ દવે)
કેશોદ તા.25
જીલ્લા પંચાયત ની ચાર સીટ અગતરાય બાલાગામ મેસવાણ અજાબ અને તાલુકા પંચાયત ની 18 સીટ તથા નગરપાલિકા ની નવ વોડે અને 36 ઉમેદવાર માટે આગામી તા. 28/2 ને રવિવારે મતદાન થવાનું છે ત્યારે મતદાન મથકો પર ઈ. વી. એમ. પહોંચાડવા તેમજ મત ગણતરી સ્થળ ની કામગીરી અને અન્ય પ્રકાર ની કામગીરી કરવામાં તંત્ર ના અધિકારીઓ વ્યસ્ત છે.
નગરપાલિપાલકા ની મતગણતરી તાલુકા સેવા સદન ખાતે તથા તાલુકા પંચાયત ની અને જીલ્લા પંચાયત ની મતગણતરી કેશોદ આઈ. ટી. આઈ. ખાતે કરવામાં આવશે ત્યારે મતદાન ને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે તેમ છતાં કોઈ જગ્યાએ મતદારોમાં ઉત્સાહ જોવા મળતો નથી તો બીજી તરફ કોપોેરેશન ના આવેલા પરિણામ ને લઈ કાફી લોક ચર્ચા થઈ રહી છે ત્યારે આ વખત ની ચુંટણી ને લઈ રાજકીય પક્ષો ભારે મુંઝવણમાં મુકાઈ ગયા છે.


Related News

Loading...
Advertisement