વોશીંગ્ટન તા.25
અમેરિકી અંતરીક્ષ સંસ્થા નાસાએ ગઈકાલે બુધવારે મંગલ ગ્રહ પર રોવરના લેન્ડીંગ સ્થળની એક શાનદાર તસ્વીર શેર કરી હતી. જેમાં રોવરના લેન્ડીંગ સ્થળનું એક શાનદાર મનોરમ્ય દ્રશ્ય શેર કર્યું છે.
આ તસ્વીર જેજેર ક્રેટરનાં હીમને દર્શાવે છે. જયાં ગત સપ્તાહે રોવર ઉતર્યુ હતું આ તસ્વીર રોવર દ્વારા 360 ડીગ્રી ઘુમાવીને લીધી હતી. રોવરનો કેમેરા ઝુમ કરવાની સુવિધાથી સુસજજ છે કે જે હાઈ કવોલીટી વિડીયો અને તસ્વીરો લઈ શકે છે.નાસાએ જણાવ્યું હતું કે આ તસ્વીર 142 અલગ અલગ તસ્વીરો મેળવીને બનાવાઈ છે. જે પૃથ્વી પર એક તસ્વીરની રૂપે મોકલાઈ છે.નાસાએ જણાવ્યું હતું કે રોવરનાં કેમેરા વૈજ્ઞાનિકોને જેજે2-ટી ક્રેટરનાં ભુગર્ભીય ઈતિહાસ અને વાયુ મંડલની સ્થિતિઓનું આંકલન કરવામાં મદદરૂપ થશે અને ખડકો અને તળેટીની ઓળખ કરશે.