રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારે ઝાકળ છવાયુ : ખુશ્નુમા વાતાવરણ સર્જાયુ

25 February 2021 12:02 PM
Rajkot Saurashtra
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારે ઝાકળ છવાયુ : ખુશ્નુમા વાતાવરણ સર્જાયુ

મોટા ભાગના સ્થળોએ ઠંડીનું પ્રમાણ નહીંવત થવા પામ્યુ

રાજકોટ, તા. 25
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે અનેક સ્થળોએ હવામાં ભેજ 90 ટકાથી વધુ રહેતા ઝાકળનો અનુભવ થયો હતો. જોકે રોજની જેમ લઘુતમ તાપમાન ઉંચુ રહેતા ઠંડી નહીવત રહેવા પામી હતી.રાજકોટમાં આજે સવારે હવામાં ભેજ 91 ટકા સાથે ન્યુનતમ તાપમાન 19. ડીગ્રી રહ્યું હતું.જયારે વેરાવળમાં સવારે 81 ટકા ભેજ સાથે ન્યુનતમ તાપમાન 20.3 ડીગ્રી, ઓખામાં 91 ટકા ભેજ સાથે ર0.8 ડીગ્રી તાપમાન, ભૂજમાં સવારે 94 ટકા ભેજ, સાથે 18.9 ડીગ્રી તાપમાન અને નલિયામાં 88 ટકા ભેજ સાથે 16.પ ડીગ્રી, લઘુતમ તાપમાન અને સુરેન્દ્રનગરમાં સવારે 90 ટકા ભેજ સાથે 18.5 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.


ઉપરોકત તમામ સ્થળોએ સવારે ભેજ વધુ રહેતા ઝાકળ છવાયુ હતું અને ખુશ્નુમા માહોલ સર્જાયો હતો. કંડલા ખાતે પણ આજે સવોર 92 ટકા ભેજ સાથે 17.7 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.જયારે આજે સવારે અમદાવાદ ખાતે 19, ડીસામાં 16.ર, વડોદરામાં 18. સુરતમાં 21.6, કેશોદમાં 16.6, ભાવનગરમાં ર0.6, પોરબંદરમાં 15.4 અને અમરેલી ખાતે 17, ગાંધીનગરમાં 14, મહુવામાં 19.3, દિવમાં 19.4, વલસાડમાં 12.5 અને વલ્લભવિદ્યાનગર ખાતે 18.8 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. આમ ઉ5રોકત તમામ સ્થળોએ આજે સવારે પણ ઠંડીનું પ્રમાણ નહીવત રહ્યું હતું.


Related News

Loading...
Advertisement