ગોંડલની બોયઝ હોસ્ટેલમાં ગર્લ્સ ઘુસી જતા ધમાલ!

25 February 2021 11:39 AM
Gondal Entertainment
  • ગોંડલની બોયઝ હોસ્ટેલમાં
ગર્લ્સ ઘુસી જતા ધમાલ!

સંગ્રામજી હાઇસ્કૂલના બિલ્ડીંગમાં ગુજરાતી ફિલ્મ છૂમંતરનું શૂટીંગ

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.25
ગોંડલ સગ્રામસિંહજી હાઈસ્કૂલ બિલ્ડિંગમાં છુંમંતર ગુજરાતી ફિલ્મનું શુટિંગ શરૂ થવા પામ્યું છે. ફિલ્મના ડારેક્ટર - રાજવીરસિંગ રાજપુરોહિત (ગુજરાતી - હિન્દી - મરાઠી), પ્રોડ્યુસર - જીત ઠાકોર, બ્રિજ બાજોરીયા, રાજવીરસિંગ રાજપુરોહિત - (ગુજરાત ટુ મુંબઈ - અર્બન ગુજરાતી મુવી, આસિસ્ટન્ટ ડાઇરેક્ટર, (મરાઠી મુવી પ્રેમાસાઠી એનિથિંગ) સહિતની ફિલ્મો માં પણ કામ કરી ચુકેલાઓ કામ કરી રહ્યા છે, હિના વરદે હીરોઈન, ભવ્ય મેજિયાતર હીરો નો કિરદાર નિભાવી રહ્યા છે બોયઝ હોસ્ટેલ પર ફિલ્મ બની રહી છે જે માટે સંગ્રામસિંહજી હાઈસ્કૂલ પર ગોંડલ માં 5 દિવસ નું સેટઅપ રખાયું છે બાદમાં
રાજસ્થાન, કચ્છ ના રણ ખાતે પણ શુટિંગ કરવામાં આવશે, આ ફિલ્મ હોસ્ટેલના વિદ્યાર્થીઓની હાલ ની લાઈફ સ્ટાઇલ, કઈ રીતે એ રહે છે, નાની નાની વાતો માં મજાક કરે છે એક ગર્લ તેના પ્રેમીને મળવા બોયઝ હોસ્ટેલમાં ઘૂસી જાય છે અને પછી શુ મિમિક્રી સર્જાય છે તેવા પેટ પકડીને હસાવતાં દ્રશ્યો આ ફિલ્મમાં આવનાર છે. કોમેડી સાથે સાથે છુંમંતર ફિલ્મમાં ગર્લ્સ અને બોય્ઝ ની પરસ્પર શું જવાબદારીઓ હોય છે તેની ગંભીરતા પણ દેખાડવામાં આવનાર છે.


Related News

Loading...
Advertisement